________________
શ્રીવૃદ્ધવાદી અને શ્રીસિદ્ધસેનને પ્રબન્ધ વિદ્યાધરેન્દ્ર” ગચ્છને વિષે શ્રી પાદલિપ્તસૂરિના સંતાનને વિષે ઔદિલસૂરિ કે જેમણે જેનાં કાર્યો સિદ્ધ કર્યા હતાં તેઓ સ્કુરાયમાણુ હતા. તેઓ યતના પૂર્વક વિહાર કરતાં કરતાં ગાડ” દેશમાં ૫ ગયા. ત્યાં “કૌશલા’ નામના ગામને નિવાસી મુકંદ નામે (જે) બ્રાહ્મણ (રહેતા) હતો તે એ સૂરિને મળે, તેણે (સૂરિના મુખથી) આ પ્રમાણેની દેશના સાંભળી કે ભેગને વિષે રોગનો ભય છે, સુખમાં ક્ષયને ભય છે, પૈસાને વિષે અગ્નિ અને નૃપતિ તરફથી ભીતિ છે, દાસ્યને વિષે સ્વામીની બીક છે, ગુણને વિષે શઠને ભય છે, વંશને ૧૦ વિષે દુષ્ટ સ્ત્રીને ભય છે, સ્નેહમાં વેરને ભય છે, નીતિને વિષે અનીતિને ભય છે અને શરીરને વિષે યમનો ભય છે. આ પ્રમાણે સર્વ ખરેખર ભયરૂપ છે, પરંતુ વૈરાગ્ય જ ભય રહિત છે. (આ) સાંભળીને ભવથી ઉદ્વેગ પામેલા તેણે ચારિત્ર ગ્રહણ કર્યું અને ગુરુની સાથે તેઓ
ભગુ પુર ગયા. એ મુકદ મુનિ ઊંચે સ્વરે (મેટે ઘાટે) રાત્રે ભણતા. ૧૫ (એથી) સાધુઓની નિદ્રામાં ભંગ પડતો. તેમને ખિન્ન મનવાળા જાણીને ગુરુએ તેમને (રાત્રે) ભણતાં અટકાવ્યા અને કહ્યું કે) હે વત્સ! નવકાર ગણે. રાત્રે મેટેથી બેલતાં ઘાતકી જીવો જાગી ઊઠવાથી અનર્થદંડ ન થાઓ. એથી કરીને તેઓ દિવસે પઠન કરવા લાગ્યા. આથી શ્રાવક અને શ્રાવિકાને કર્ણજવર થવા લાગે. કોઈએ કહ્યું કે આટલી ઉમરે અભ્યાસ કરીને શું આ મુસળાને ફુલ લાવવાને છે કે તે સાંભળીને મુકન્ય ખિન્ન થયા. તેમને ચટકે લાગ્યો. તત્કાળ તે મહાવિદ્યાર્થીએ જિનાલયમાં (જઈ) એકવીસ ઉપવાસ વડે બ્રાહ્મીનું આરાધન કર્યું. તુષ્ટ થયેલી તેણે પ્રત્યક્ષ થઈને કહ્યું કે તે સર્વ વિદ્યાથી સિદ્ધ થા. તે ઉપરથી કવીશ્વર થઈને પિતાના ગુરુ પાસે આવી સંધ રપ સમક્ષ ગંભીર સ્વરે તેમણે ઉદ્દગાર કાઢયા કે કોઈએ મારી મશ્કરી કરી હતી કે શું આ મુસળાને ફૂલ લાવશે કે તે હે લેકે! જુઓ, હું (વે) મુસળાને ફૂલ લાવું છું. એમ કહીને મુસળું મંગાવીને ચતુષ્પથમાં–બજાર વચ્ચે ઊભા રહીને તેમણે તે મંત્રપ્રભાવથી પુષ્પિત કર્યું અને તેને ખાંધ પર રાખીને તેઓ ભમવા અને બોલવા લાગ્યા કે પત્ર અવલંબિત છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org