________________
વધ]
ચતુર્વિશતિપ્રબન્ધ
જામે. આમ રાજા (પિતાનું) અમૂલ્ય કંકણ ઘરેણે મૂકીને વેશ્યાના ઘરમાં રહ્યો હતો. તે “લક્ષણાવતી’ના સ્વામીની વારાંગના હતી. એક કંકણ રાજકારે આમ મૂકીને ગયો હતો. બપોર થયા પછી રાજા આગળ બપભટ્ટિસૂરિએ કહ્યું કે હે દેવ ! ગોપગિરિમાં આમ પાસે અમે જઈએ છીએ, રજા આપે. ધર્મ કહ્યું કે શું આપની વાણી પણ વ્યર્થ બને છે? ૫ આપે કહ્યું હતું કે તમારી સમક્ષ આમ આવીને જ્યારે અમને બોલાવશે ત્યારે જઈશું, નહિ કે પૂર્વે; તે શું આપ વીસરી ગયા ? શું આપને બે જીભ છે ? આચાર્યે કહ્યું કે હે શ્રી ધર્મદેવ ! મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઇ છે. રાજાએ કહ્યું શી રીતે ? આચાર્યે કહ્યું કે આમ રાજા જાતે અહીં તમારી સમક્ષ આવી ગયું. રાજાએ કહ્યું કે કેવી રીતે જાણ્યું સૂરિએ ૧૦ કહ્યું કે જ્યારે આપે વિશિષ્ટ (જન)ને પૂછયું કે આપને સ્વામી કે છે ત્યારે તેમણે કહ્યું કે તેઓ સ્થગીધરરૂપે છે તેમજ બીજઉર” એ શબ્દ પણ વિચારે. દોરા' જે શબ્દ મેં કહ્યો હતો તે પણ વિચારી જુઓ. વાસ્તે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. એવામાં રાજકાર (આગળ)થી આમના નામથી અંકિત એવું આમનું કંકણ (લાવીને) કોઈએ ધર્મ રાજાના હાથમાં ૧૫ મૂક્યું (અને બીજું કંકણ વેશ્યાએ આપ્યું. તે જોઈને જેનું સમસ્ત ધન નાશ પામ્યું હોય તેના જેવા (?) બનેલા ધર્મ શેક કર્યો કે મને ધિક્કાર છે; કેમકે મારે ઘેર આવેલા દુશ્મનનું ન તે હું પૂજન કરી શક્યો કે ન હું એને સાધી શક્યો. ધર્મ મોકળા કરેલા આચાર્ય આગળ કઈક સ્થળે ભેલા આમ સાથે ગયા. રસ્તે જતાં આમે એક પુલિંદ (ભીલ ?)ને ૨૦ જળાશયમાંથી બકરાની પેઠે મોઢે પાણી પી જે. (આથી) આમ રાજા આચાર્ય આગળ આવી બેલ્યો કે પુલિંદ મુસાફર કયા કારણથી પશની જેમ પાણી પીએ છે ? સૂરિએ કહ્યું કે મુગ્ધાની આંખમાંથી) વહેતાં આંસુઓ નિવારવાથી (એના) બંને હાથ કાજળ વડે કાળા થયા છે (વાસ્તે). રાજાએ ખાતરી કરવા તેને બેલાવીને પૂછયું. તેણે કહ્યું કે સૂરિની ૨૫ વાત સાચી છે. (એમ કહી તેણે) બંને હાથ બતાવ્યા. રાજા એ વાણી ખરી પડવાથી પ્રસન્ન થયા. હજી પણ તે પરિતાપ પામે છે ઈત્યાદિ તેમણે જે કહેલું તે બધું સારસ્વતવિલસિત છે એ તેણે નિશ્ચય કર્યો. તે જલદી જલદી “ગોપાલગિરિ ગયો. પતાકા, તોરણ, મંચ, પ્રતિમંચ ઇત્યાદિ ઉત્સવો ત્યાં થયા. કેટલાક દિવસ(એમ)પસાર થયા.ત્યાર બાદઘડપણથી પીડાતા શ્રસિદ્ધસેનસૂરિ ૩૦ અનશન કરવાની ઈચ્છાવાળા હોઈ તેમણે શ્રીપભદ્રિસુરિને બોલાવી લાવવા બે ગીતાર્થ મુનિઓને મોકલ્યા. તેમણે આવીને તેમને) ગુરુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org