________________
૨૯૫
ઇશ્વ ] ચતુર્વિશતિપ્રબન્ધ
એક દહાડે બંને ભાઈઓએ રાણા શ્રીવિરધવલને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આપ પૂજ્યપાદે “ગૂર્જર ભૂમિ વશ કરી (છે) અને બીજાં રાષ્ટ્રોને પણ ખંડણી આપતાં કર્યા (છે). (વાસ્તે) જે આજ્ઞા હેય તે રાજ્યાભિષેકને ઉત્સવ કરીએ. રાણાએ કહ્યું કે હે મંત્રીઓ ! તમે સરલ તેમજ ભક્તિથી જડ બની ગયા છે. સમુદ્ર પર્વત પૃથ્વી જીત્યા વિના, ૫ વિવિધ યોથી યજન કર્યા વગર તેમજ અથઓને દ્રવ્ય આપ્યા વિના . હું કેવી રીતે રાજા થાઉં? તેથી રાણું એટલું જ છે. એમ કહી તેણે તે બેને વિદાય કર્યો.
એક દિવસ બંને મંત્રીઓએ શ્રીમેધર વગેરે કવિઓને ભૂમિ વગેરેનાં દાન દ્વારા પુષ્કળ વૃત્તિ કરી આપી. તે ઉપરથી સેમેશ્વરે ૧૦ કહ્યું કે બુદ્ધિમાન દુર્ગસિંહે પૂર્વ સૂત્રને વિષે વૃત્તિ કરી છે, પરંતુ (મહાપ્રજ્ઞાવાળા) અમારા મંત્રી વસ્તુપાલે તે વિસૂત્રમાં વૃત્તિ કરી છે. શ્રી વીરધવલ પણ સેવકેને સારી રીતે પદવી આપતે હેઈ લેકપ્રિય બન્યું. તેની (તે) શી વાત થાય ? જુઓ, જુઓ. શ્રીવરધવલ ઉનાળામાં ચંદ્રશાળામાં સૂતો હતો. એક વંઠ પગ દાબતે હતા. કપડા ૧૫ વડે ઢંકાયેલા મુખવાળો રાણો જાગતો હતો; છતાં વંઠે તેને ઊંઘી ગયેલો મા. તે ઉપરથી તેણે પગની આંગળીમાં રહેલી રત્નજડિત મુદ્રા લઈ લીધી અને તે મુખમાં મૂકી દીધી. રાણો કંઈ પણ ન બોલ્યો. રણે ઊડ્યો. તેણે ભંડારી પાસેથી બીજી તેવી જ મુદ્રા લઈને તેને પગની આંગળીએ ઘાલી. બીજે દિવસે ફરીથી રાણે ત્યાં જ ચંદ્રશાળામાં સૂત. (પેલે જ) ૨૦ વિઠ પગ દાબતે હતો. રાણે તે જ પ્રમાણે વદન ઉપર કપડું એાઢીને (સૂત) હતો. વંઠ ફરી ફરીને મુદ્રા જેતે હતા. અહ આ પૂર્વના જેવી (જ) છે. તે ઉપરથી (તે) ઉત્તમ રાણાએ કહ્યું કે હે વંઠ ! આ મુદ્રા તે તું લઈશ નહિ; કાલે જે લીધી તે લીધી. આ વચન સાંભળતાં જ વંઠ બીકથી વજથી હણાયે હોય તે થઈ ગયો; કેમકે ૨૫ રાજા હસતાં પણું, દુર્જન માન આપતાં પણ, હાથી સ્પર્શતાં પણ અને સાપ સુંઘતાં પણ હણે છે. તેની તે દીનતા જોઈને રાણાએ કહ્યું કે હે વત્સ ! બીશ નહિ. અમારો જ આ કૃપણુતાજન્ય દેષ છે કે જેથી તારી અલ્પ વૃત્તિ છે. (તારી) ઇચ્છા પૂર્ણ થતી નથી, તેથી પુષ્કળ કષ્ટવાળી ચેરીને વિષે તારી બુદ્ધિ (પ્રવર્તે છે. હવેથી બેસવા માટે ૩૦ ઘડે અને વૃત્તિમાં અડધે લાખ આપું છું. એ પ્રમાણે તેણે તેને આશ્વાસન આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org