________________
પ્રવ૫].
ચતુર્વિશતિપ્રબન્ધ
અધિષિત “રાજગિરિ” નામના દુર્ગને આમે રોબે-ઘેરે ઘા. અપરિમિત સેના, કોદાળી વગેરે સામગ્રી અને ભરવાદિ યંત્રભેદ યોજાયાં. દુર્ગને અતિશય બળપૂર્વક પાડવાનો પ્રારંભ કરાયે, (પરંતુ ) તે પડ્યો નહિ. ( આથી) આમને ખેદ થયો. તેણે સૂરિને પૂછ્યું કે આ ગગનચુંબી દુર્ગને હું જ્યારે ગ્રહણ કરી શકીશ? સૂરિએ કહ્યું કે તારા પુત્રને પુત્ર નામે ભેજ આ દુર્ગને દષ્ટિપાત માત્રથી પાડી નાખશે; બીજાથી કશું થવાનું નથી. (આ ઉપરથી) આરંભ છોડીને આમ દુર્ગની બહાર બાર વર્ષ રહ્યો અને તેણે શત્રુના મુલકને કબજે કર્યો. (તેવામાં) દુન્દુકને ઘેર પુત્ર જન્મે. તેનું ભેજ નામ પાડવામાં આવ્યું. જન્મતાંની સાથે જ પલંગમાં રાખીને એને પ્રધાને દુર્ગના દ્વારના અગ્ર ભાગ આગળ ૧૦ લાવ્યો. તેના કેવળ દૃષ્ટિપાતથી દુર્ગના ટુકડે ટુકડા થઈ ગયા. રાજા સમુદ્રસેન ધર્મકારથી (બહાર) નીકળી ગયો. આમે “રાજગિરિ'માં પ્રવેશ કર્યો, (પરંતુ) પ્રજાને કંઈ અડચણ કરી નહિ; કેમકે જેના મહષિઓ અને રાજર્ષિએ અક્રૂર અને દયાળ હોય છે. રાત્રે ‘રાજગિરિ'ના અધિષ્ઠાતાએ આમને કહ્યું કે હે નૃપ ! જે તું અહીં રહેશે , તે હું તારા લેકને મારી નાંખીશ. આમે ઉત્તર આપ્યો કે લોકને હણવાથી તને શો લાભ છે? જો હો હોય તો મને હણ. આમ એ નિર્ભય વચન સાંભળીને ખુશી થયેલા વ્યંતરે કહ્યું કે તારા સત્વથી હું રાજી થયો છું. (વાસ્તે) કંઈક માગ. રાજાએ કહ્યું કે મારે કશાની ન્યૂનતા નથી; માત્ર એટલું જ કહે કે મારું મરણ ક્યારે થશે ? વ્યંતરે કહ્યું કે તારું આયુષ્ય છ માસ જેટલું બાકી રહેશે ત્યારે હું જાતે આવી (તને ) કહીશ. આયુષ્ય છ મહિના જેટલું બાકી રહેતાં તે (વ્યંતર) ફરીથી આવ્યો. રાજાએ કહ્યું કે મારું આયુષ્ય કેટલું છે ? વ્યંતરે કહ્યું કે હે દેવ! આજથી છ મહિના ઉપર “ગંગામાં રહેલા “માગધ” તીર્થમાં હોડી વડે ઉતરતાં મકારથી શરૂ થતા અક્ષરવાળા ગામને તીરે રપ તારું મૃત્યુ થશે. પાણીમાંથી ધૂમાડે નીકળતો તું જ્યારે જોશે ત્યારે તારું મૃત્યુ છે (એમ તારે) જાણવું. (માટે) પારલૌકિક સાધના કરાવી જોઈએ. એમ કહી તે દેવજાતિને (વ્યતર ) ગયો. રાજા સવારે સૂરિ પાસે ગયો. સૂરિએ કહ્યું કે હે રાજન ! વ્યંતરે તમારી આગળ આયુષ્યનું જે પ્રમાણે કહ્યું છે તે તેમજ છે. (માટે) ધર્મરૂપ
ભાથું ગ્રહણ કરો. તે સાંભળીને રાજા તુષ્ટ થયો અને નવાઈ પામ્યો. : અહ જ્ઞાન! અથવા સૂર્ય તેજસ્વી, ચંદ્ર આનંદકારી, “ગંગાનું જળ પવિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org