________________
"
આ ‘ભારત' વર્ષમાં દક્ષિણ ખંડમાં મહારા′ ' દેશના ૧અવતંસરૂપ શ્રી‘ પ્રતિષ્ઠાન' નામે નગર છે. પોતાની સમૃદ્ધિ વડે ઇન્દ્રપુરને પણ પરાભવ કરનારૂં તે (નગર) કાલાંતરે ક્ષુદ્ર ગામ જેવું થઇ ગયું. ત્યાં એક દહાડા બે વિદેશી વિષે પેાતાની વિધા બેન સાથે આવી કાઇ કુંભારની શાળામાં રહ્યા. કવૃત્તિ કરીને અને બન પાસે કા વીણી લાવીને તેણે કરેલા આહારપાક વડે તેઓ ઠરાવેલા સમયે (નિર્વાહ) કરતા હતા. એક દિવસ તે વિષેાની એ એન પાણી ભરવા માટે ગાદાવરી ’ ૧૦ (નદીએ) ગઇ. તેનું અપ્રતિરૂપ સ્વરૂપ જોઇ કામવશ બનેલા ( નદીની ) અંદર હદમાં રહેનારા શેષ નામના નાગરાજે હદમાંથી બહાર નીકળી મનુષ્યનું રૂપ ધારણ કરી તેની સાથે બળપૂર્વક સંભોગક્રીડા કરી. ભવિતવ્યતાના વિલાસથી એટલે કે દૈવયેાગે સાત ધાતુથી રહિત હાવા છતાં દિવ્ય શક્તિ વડે તેના દેહમાંથી નીકળેલા શુક્રરૂપ પુદ્દગલના ( તેને વિષે ) સંચાર થવાથી તેને ગર્ભ રહ્યો પાતાનું નામ પ્રકાશીને અને આપત્તિસમયે મને યાદ કરજે એમ કહીને ( તે) નાગરાજ ‘ પાતાલ ’ લેાકમાં ગયા. તે ધેર ગઇ. લજ્જાથી પીડાતી હાવાથી તેણે એ વૃત્તાન્ત પેાતાના ભાઇઓને ખરેખર કહ્યો નહિ. કાલક્રમે ભાઇઓએ ગર્ભનાં ચિહ્ન જોઇ એને ગર્ભિણી તરીકે એાળખી. અન્ય શંકાને અભાવ હાવાથી મેાટા (ભા)ના મનમાં એવી શંકા ઉત્પન્ન થઇ કે આને ખરેખર નાનાએ ઉપભેાગ કર્યો છે. નાનાને પણ એવા વિકલ્પ થયા કે જરૂર મેાટાએ આનું શીલ ખંડિત કર્યું છે. આ પ્રમાણે પરસ્પર કલુષિત ચિત્તવાળા તે તેને એકલી મૂકીને જાદે દે દેશ ગયા. વધતા જતા ગર્ભવાળી તે પણ પારકાને ઘેર કામ કરી પ્રાણ ટકાવવા લાગી. ક્રમે કરીને પૂરે દિવસે સમગ્ર લક્ષણાથી લક્ષિત દેહવાળા પુત્રને તેણે જન્મ આપ્યા. દે અને ગુણાથી ક્રમસર વૃદ્ધિ પામતા તે સમાન ઉમરના ( મિત્રા ) સાથે રમતાં બાલક્રીડાથી પોતે રાજા બની તેમને કૃત્રિમ હાથી, ધેાડા, રથ વગેરે આપતા. આ પ્રમાણે ‘ સન્ ’ધાતુના દાન અર્થ થતા હેાવાથી લેાકેાએ સાતવાહન એવું તેનું નામ પાડયું. પેાતાની માતા વડે પળાતા તે સુખે રહ્યો.
૧ શિરાભૂષણુ,
૧૫
૨૦
૨૫
30
( ૧૫ ) સાતવાહનના પ્રબન્ધ
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org