________________
અવનવું].
ચતુર્વિશતિપ્રબન્ધ આ તરફ વાઘ અને આ તરફ દુસ્તર કિનારે એ ન્યાય (ગ) પ્રાપ્ત થયો છે. મારું આયુષ્ય (લગભગ) પૂર્ણ થયું છે. બે દિવસ (જ) બાકી રહે છે. તેથી અનશન શરણ છે. એમ વિચારી પાસે રહેલા મુનિઓને તેમણે કહ્યું કે નન્નસૂરિ અને ગેવિન્દ્રસુરિ પ્રતિ હિતકારી થજે. શ્રાવકેને મિથ્યા દુષ્કત કહેજે. પરસ્પર અમસૂરતા રાખજે. ક્રિયા પાળજે, બાળકથી ૫ માંડીને વૃદ્ધો પર્યતનું લાલન (પાલન ) કરજે. અમે તમારા નથી (તેમજ ) તમે અમારા નથી. (આ) બધા સંબંધે કૃત્રિમ છે. એમ શીખામણ આપી અનશનસ્થ તેઓ સમતાને પ્રાપ્ત થયા. ત્રણ જગતને વન્દનીય અરિહંતનું, (આઠે કર્મરૂપ) બંધનેને જેમણે નાશ કર્યો છે એવા સિદ્ધોનું, સાધુઓનું અને જૈન ધર્મનું ત્રણ પ્રકારે હું શરણ લઉં છું. ૧૦ પાંચ મહાવતે અને છઠ્ઠા રાત્રિભેજન(વિરમણરૂપ વ્રત)ને વિષે જે વિરાધના મારાથી થઈ હોય તેને અંગે મિથ્યા દુષ્કત હેજે. એમ કહીને બેઠા બેઠા અદનપણે તેમણે કાળ કર્યો–તેઓ સ્વર્ગે સંચર્યા. શ્રીવિકામાદિત્ય પછી ૮૦૦ વર્ષ ગયા બાદ ભાદરવા સુદ ત્રીજને રવિવારે હસ્ત નક્ષત્રમાં શ્રીબપભક્ટિરિને જન્મ (થ હત) અને ૯૫ વર્ષ અધિક જતાં ૧૫ તેમનું સ્વર્ગારોહણ થયું. તે જ વેળા ‘મેઢેર” માં નન્નસૂરિ આગળ ભારતીએ કહ્યું કે આપના ગુરુ “ઈશાન” દેવલેકે ગયા. ત્યાં બહુ શેક પ્રસર્યો. શાસ્ત્રના જાણકાર, સુવચસ્વી, ઘણુ જનોના આધાર, સુંદર ચારિત્રવાળા, સ્વપર ઉપર ઉપકાર કરવામાં આસક્ત, દક્ષિણતાના સમુદ્ર, બધાને અભીષ્ટ એવા ગુણોથી પરિવૃત અને ભૂમિના શૃંગારરૂપ એવા સજનોને હે વિધાતા! તે મૂઢે કલ્પાન્ત પર્વતના દીર્ધ આયુષ્યવાળા કેમ ન બનાવ્યા ? વૃદ્ધોએ બોધ આપે કે (પુણ્યશાળી જીવ) જીર્ણ બનેલા શરીરને ત્યજી દઈને નવીન મેળવે છે; (વાસ્તે) જેણે પુણ્ય કર્યું છે એવા મત્યને મૃત્યુ જ રસાયન છે. દુકે સૂરિની સાથે સુભટને મોકલ્યા હતા તેઓ પાછા ફરી દુન્દુક પાસે ગયા. તે પણ પશ્ચાત્તાપરૂપ અગ્નિથી બહુ સંતપ્ત ર૫ થયો. જે તેમજ તેના મામાએ સૂરિના શિષ્યો તેમજ બીજા લેના મુખથી પણ જાણ્યું કે સૂરિ આ પ્રમાણે મરી ગયા, પરંતુ તમારી પાસે નહિ આવ્યા. અમારા ઉપરધના સંકટમાં પડેલે આ, પિતા પાસે જઈ મરે નહિ એવી કૃપા(દષ્ટિ) તેમણે ધારણ કરી. આ સાંભળીને ભેજને એવી પીડા થઈ કે જેવી પીડા વજપાતથી (હણતાં) પણ ન થાય. ૩૦ તે (પિતાના ) પિતા પાસે ગયો નહિ.
એક વાર કઈ માળી કે જે પૂર્વે આમ રાજાને નકર હતા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org