________________
૧૦
શ્રીરાજશેખરસૂરિકૃત [ થવસ્તુપારમૂક્યા. તે જ સભામાં હાજર) રહેલા એક વાણીઆએ ૧૦૮ આબુ મૂક્યાં. (તે જોઈને) વીરમે તેના ઉપર તરવાર બચી. રે, અમારાથી તું અધિક કરે છે એમ બોલતા તે તે વાણીઆને મારી નાંખવા માટે દેડ. વાણુઓ નાસીને વિરધવલ બેઠે હતો તે સભામાં દાખલ થયે. (ત્યાં) કેલાહલ થઈ રહ્યો. વરધવલે પરંપરા જાણી. તેણે વાણીઆના દેખતાં વીરમને બેલાવી ધમકાવ્યો (1) કે એ તારાથી અધિક કરે તેની તારે શી પંચાત ? શું અમારે ન્યાય તું જાણતો નથી દૂર થા. ફરીથી મારી દષ્ટિ સમક્ષ આવીશ નહિ—મને ફરી મેં ન બતાવીશ. વાણીઆ (ત) મારા જંગમ કાશ છે; (એથી) મારા જીવતાં એમને કાણુ પરાભવ કરનાર છે ? એમ કહીને તેણે તેને "વીરમગામ' નામના પાસેને ગામમાં રખાવ્યો. તે તે કેણિક કુમારની તેમજ કંસની પેઠે પિતાને વિષે દ્વેષ ધારણ કરતે જીવતાં (છતાં) પોતે મુએલો હોય તેમ રહ્યો. વિસલ તે રાણા શ્રીવીધવલ તેમજ શ્રીવાસ્તુપાલનો માનીતો હતો.
એવામાં શ્રીવરધવલને જેની ચિકિત્સા ન થઇ શકે એ રોગ થયો. ૧૫ તેવારે પિતાના સહાયક વડે બળવાન થઈ વીરમ રાજ્ય (લઈ લેવા)
માટે રાણાને મળવાને બહાને બાળકે આવ્યા. તે જ સમયે શ્રાવસ્તુપાલે તેને દુષ્ટ આશયવાળો જાણીને પ્રત્યુત્પન્ન મતિથી ઘોડા, હાથી, સોના વગેરેને વિષે પરમ આપ્ત મનુષ્યો વડે ઉત્તમ યત્ન કર્યો. વીરલનું કંઈ ચાલી શક્યું નહિ. તે ધોળકા'માં જ પોતાના મહેલમાં રહ્યો. ત્રણ દિવસ પછી વરધવલ સ્વર્ગ ગ. લેક શોકસાગરમાં પડ્યા. ઘણાએ ચિતારોહણ કર્યું. પરિજન સહિત કાષ્ટભક્ષણ કરતા મંત્રીને બીજા મંત્રીઓએ રોક્યો અને કહ્યું કે હે દેવ ! તમે છો તે રાણપાદ પિતે જીવતા હોય એમ જણાય છે. તમે પરલેક પામતાં ચાડી આઓના
મનોરથ પૂર્ણ થશે અને “ગૂર્જર” ભૂમિ ગઈ એમ જાણજે. તે ઉપરથી ૨૫ મંત્રી મરી ન ગયે. ઉત્થાપનને દિવસે મંત્રી શ્રીવાસ્તુપાલે સભા સમક્ષ
કહ્યું કે બીજી ઋતુઓ ક્રમપૂર્વક આવે છે અને જાય છે, પરંતુ આ બે
ઋતુઓ (એવી જોડાઈ ગઈ છે કે તે કદાપિ ક્રમપૂર્વક) ન આવતાં નાશ ન પામે એવી થઈ છે. વીર વિરધવલ વિના મનુષ્યોનાં નેત્રમાં વર્ષો અને હૃદયમાં ગ્રીષ્મ (પ્રકટેલ છે). અત્યંત નિઃશ્વાસ નાંખી બધાં પિતાને સ્થાને ગયાં. વીધવલના મરણ પછી તેનું રાજ્ય લઈ લેવાની ઇચ્છાવાળો વિરમ તૈયાર થઈ જેવો ઘર બહાર નીકળવા જતો હતો તેવામાં શ્રાવસ્તુપાલે વીસલ કુમારને રાજ્ય બેસાડ્યો. વીસલદેવ એવું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org