________________
૫૦
૫
૧૦
૧૫
૨૦
૨૫
..
શ્રીરાજરોખરસૂરિષ્કૃત
Jain Education International
[o શ્રી-૫મટ્ટિયરિ
( ૯ ) શ્રીમપ્પભટ્ટિસૂરિપ્રબન્ધ
*
‘ ગૂર્જર ’દેશમાં ‘ પાડલીપુર 'નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં શ્રીસિદ્ધસેન નામના સૂરીશ્વર હતા. તેઓ ‘માઢેર ’ પુરમાં મહાસ્થાનમાં શ્રીમહાવીર(ની પ્રતિમા)ને વંદન કરવા ગયા. મહાવીરને પ્રણામ કરી, તીર્થ-ઉપવાસ કરી અને રાત્રે આત્મારામને વિષે રક્ત બની યાગ—નિદ્રામાં રહેલા તેમણે સ્વપ્ન જોયું કે બાળકેસરી દેવગૃહના ઉપર ક્રીડા કરે છે. સ્વપ્ન આવતાં તેઓ જાગ્યા. તેમણે મંગલકારી સ્તવનના પાઠ કર્યો અને સવારે ચૈત્યમાં (મંદિર) ગયા. ત્યાં છ વર્ષના અને બાલ-સૂર્યના જેવા તેજવાળા એક બાળક આવ્યા. સૂરિએ (તેને) પૂછ્યું કે હે વત્સ! તું ક્રાણુ છે અને કયાંથી આવે છે? તેણે કહ્યું કે પંચાલ ' દેશમાં ‘ ડુંખાધી ’ ગામમાં મુખ નામના ક્ષત્રિય છે. તેમને ભિટ્ટ નામની સહધર્મચારિણી છે. તેમને હું સૂરપાલ નામના પુત્ર છું. મારા પિતાને, સામર્થ્યથી અભિમાની તેમજ પુષ્કળ પરિચ્છેદવાળા એવા ઘણા શત્રુઓ છે. તે સર્વને મારી નાંખવા તૈયાર થઈને હું જતા હતા, (ત્યારે) પિતાએ (મને) નિષેધ કર્યાં કેહે વત્સ ! તું ખાળક છે, વાસ્તે ) આ કાર્યને માટે તું સમર્થ નથી. માટે એ) ઉદ્યોગથી સર્યું. એથી હું ગુસ્સે થયા કે આવા નિરભિમાની પિતાથી સર્યું કે જેઓ જાતે શત્રુઓને મારતા નથી ( એટલું જ નહિ કિન્તુ ) હું મારવા તૈયાર થયા છું તે મને પણ અટકાવે છે? (આ) અપમાનથી માતાપિતાની રજા લીધા વિના હું અહીં આવ્યો છું. સૂરિએ વિચાર કર્યો કે અડ્ડા (ખરેખર) આ દિવ્ય રત્ન છે ! એ માત્ર માનવ નથી; તેજ ઉમરની સમીક્ષા કરતું નથી—તેજને અને વયા કંઇ મેળ નથી. આમ વિચારી તેમણે (એ) બાળકને કહ્યું કે હે વત્સ ! તારા ઘરના કરતાં પણ અધિક્ર સુખ પૂર્વક અમારી પાસે રહે (અમે તને રાખીશું). બાળકે કહ્યું કે માટી મહેરબાની થઇ. (એથી સૂરિજી) તેને પોતાને સ્થાને લાવ્યા. તેનું રૂપ જોઇને સંઘ ખુશી થયા. ( પરંતુ તેમની ) દૃષ્ટિ તૃપ્ત થઇ નહિ. ( સૂરિએ તેને ) ભણાવી જોયા. એક દિવસમાં તેણે હાર ક્ષેાકેા કંઠસ્થ કર્યાં. (આથી) ગુરુ સંતાષ પામ્યા. પુણ્યના પ્રકર્ષ વડે રત્ના મળે છે; અમે ભાગ્યશાળી છીએ (કે અમને આ રત્ન મળ્યું). તે બાળકે પણ ચેડા
For Private & Personal Use Only
www.jainelibrary.org