________________
કારણ ]
ચતુર્વિશતિપ્રબન્ધ ગ્રહણ કરવાની અભિલાષાવાળા હાઈ બૌદ્ધની પાસે જવાની ઇચ્છાવાળા તેમણે ગુરૂને કહ્યું કે (મને) બૌદ્ધ પાસે મોકલો. ગુરુએ કહ્યું કે ત્યાં તું ન જા, તારું મન ફરી જશે. તેમણે કહ્યું કે યુગાંતે પણ તેમ નહિ થાય. (ત્યારે) ફરીથી ગુરૂએ કહ્યું કે ત્યાં જઈ જે તું ફરી જાય તે અમારે આપેલ વેષ અહીં આવીને તું અમને આપી જજે. તેમણે તે કબૂલ કર્યું. ત્યાં તેઓ ૫ ગયા અને ભણવા લાગ્યા. તેમના (બોદ્ધના) સુઘટિત તેથી તેના મનમાં પરિવર્તન થયું. તેની દીક્ષા તેણે લીધી. (પછી જૈન) વેષ (પાછા) આપવાને માટે તે શ્રીહરિભદ્ર પાસે આવ્યા. તેમણે પણ આવતા તેનું આવર્જન કરી વાદ કરનારા તેમણે તેનો વાદ વડે પરાજય કર્યો. (આથી) બૌદ્ધ વેષ આપવા તે (સિદ્ધ પાછો) ગયો. તેણે પણ બંધ પમાડયો. ફરીથી ૧૦ શ્વેતાંબર વેષ આપવાને તે શ્રીહરિભદ્ર પાસે આવ્યા. ફરીથી તે વાદમાં છતા. આ પ્રમાણે બે વેષ આપવામાં તેણે ૨૧ વાર આવજા કરી. બાવીસમી વેળા ગુરુએ ચિંતવ્યું કે આયુષ્યને ક્ષયથી મિથ્યાદષ્ટિપણામાં મૃત્યુ પામી આ બાપ દીર્ધ સંસારી ન થાઓ. પૂર્વે પણ ૨૧ વાર વાદમાં એ છતાય છે. હવે વાદથી સર્યું. આથી) તેમણે ચૈત્યવંદનની લલિતવિસ્તરા ૧૫ નામની ટીકા તપૂર્વક રચી. તે આવ્યો એટલે (એ) પુસ્તકને પાદપીઠ ઉપર મૂકી ગુરુ બહાર ગયા. તે પુસ્તકનો પરામર્શથી (તેમને) (યથાર્થ) બંધ થયું. તેથી પ્રસન્ન થઈ નિળ ચિત્તવાળા બની તેમણે કહ્યું કે જેમણે મારે માટે લલિતવિસ્તર વૃત્તિ રચી તે સૂરિપ્રવર હરિભદ્રને (મારો) નમસ્કાર હેજે. ત્યાર બાદ મિથ્યાત્વથી ખિન્ન થયેલા સિદ્ધ ૨૦ ઋષિએ ૧૬ હજાર (મલેકપ્રમાણુક) ઉપમિતિભવપ્રપંચાકથા “શ્રીમાલમાં સિદ્ધિમંડપમાં રચી. તેનું સરસ્વતી સાધ્વીએ સંશોધન કર્યું. સમય થતાં હરિભસૂરિ અને તેઓ પણું અનશન કરી સ્વર્ગે ગયા. ઇતિ ચરિત્ર.
इति श्रीहरिभद्रसूरिप्रवन्धः ॥ ८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org