________________
પ્રવન્ય ]
ચતુર્વિશતિપ્રમન્ય
માટે મેાકલી છે. ત્યારે સૂરીન્દ્રે કહ્યું કે જ્ઞાનષ્ટિના પ્રપાતથી જેણે જોવા લાયક વસ્તુઓ જોઇ છે એવા અમને તું મેહ પમાડી શકવાની નથી. વિષ્ટાના ઘરની જેમ મલ, મૂત્ર વગેરેનાં ભાજન એવાં મૃગલાચનાનાં શરીરને વિષે કયા મુદ્ધિશાળી રતિ (ધારણ) કરે? સૂરિવર વિકારથી રહિત છે એવા નિશ્ચય કરીને તે ધ્વનિત ચિત્તવાળી સવારના રાજા પાસે (પાછી) ગઇ. રાજાએ પૂછ્યું એટલે રાત્રે બનેલા સૂરિ સંબંધી વૃત્તાન્ત તેણે રૂડી રીતે કહ્યો કે તમારા ગુરુ પત્થરના બનેલા હોય તેવા (દઢ) છે; બાકીના લોકા માખણના પિણ્ડ જેવા છે. જેટલા ફૂડકપટ, પ્રપંચ, હાવભાવ, કટાક્ષ, ભુજાક્ષેપ, ચુંબન, નખક્ષત ઇત્યાદિ જે વિલાસે હું આખા જન્મારામાં શીખી હાઇશ તે બધાને મેં પ્રયોગ કરી જોયા; પરંતુ તિલતુષના ત્રીજા ભાગ જેટલું પણ (એમનું) ચિત્ત ચલાયમાન થયું નહિ. અનુરાગ, બળાત્કાર, પૂત્કાર, ભયનું દર્શન, હત્યાદાન ઇત્યાદિ ભયેાથી પણ તેએ ક્ષેાભ પામ્યા નહિ. તેથી હું માનું છું કે (એ) મહાવમય (સૂરિ) દેવકન્યા, વિદ્યાધરી } નાગાંગનાથી ચલે તેવા નથી તે। મનુષ્ય-સ્ત્રીની શી વાત ? સૂરિની આ (પ્રમાણેની) ધર્મને વિષે સ્થિરતા સાંભળી રાજાનું શરીર વિસ્મય અને આનંદથી કદંબની કળીના જેવા સ્થૂળ રામાંચથી કંચુકિત બન્યું. ગુરુને ધ્યાન દ્વારા પ્રત્યક્ષ કરી તેણે ચિન્તન કર્યું કે હું તમારાં વાકયો ઉપર વારી જાઉં છું. તમારાં નેત્રનાં ઓવારણાં લઉં છું. મિત્રતાથી મનેાહર એવા તમારા હૃદયને (આ પ્રમાણે) હું બલિ આપું છું. સવારે ગુરુ આવ્યા. રાજા શરમના માર્યો કંઇ ન ખેલ્યા. (ત્યારે) સૂરિએ કહ્યું કે હે રાજન ! શરમાઇશ નહિ. મહર્ષિઓનાં દૂષણ અને ભૂષણની રાજાએ તપાસ કરવી જોઇએ. એટલે એ (કં) દોષ નથી. રાજાએ કહ્યું કે ગષ્ટ વાતની ચર્ચાથી સર્યું. બ્રહ્મચર્યરૂપ સંપત્તિવાળા એવા આપને જોઇને હાથ ઊંચા કરી હું એમ કહું છું કે ધવળ અને વિસ્તૃત નેત્રવાળી, યૌવનના ગર્વથી ધન અને પરિપૂર્ણ સ્તનવાળી તેમજ પાતળા પેટ ઉપર વળેલી ત્રિવલીની લતાથી શાલતી એવી (સ્ત્રી)ની આકૃતિ જોઇને જેમનું મન વિકાર પામતું નથી તે જ ધન્ય છે. એમ કહી શ્રીઅમે (તેમને) દંડપ્રણામ કર્યાં.
એક દહાડા રાજમાર્ગે જતાં રાજાએ હાલિકની સ્ત્રી કે જેણે એરંડાનાં મેટાં પાંદડાં વડે પેાતાના પયાધરના વિસ્તારને ઢાંચો હતા તેને એરંડાનાં પાંદડાં વીણતી ધરના પાછળના ભાગમાં જોઇ અને તે ગાથાર્ક
૧ હળ ખેડનાર, ખેડુત,
Jain Education International
For Private & Personal Use Only
૬૩
333
૧૦
૧૫
२०
૨૫
૩૦
www.jainelibrary.org