________________
પ્રસ્તાવના
વિદ્વદલ્લભ મુનિરાજ શ્રી પુણ્યવિજયે પણ ઉપર્યુક્ત મંતવ્યને સ્વીકારતા હોય એમ જણાય છે, પરંતુ એ હકીકત સપ્રમાણ રજુ થાય તે માટે તેઓ વિશિષ્ટ ગષણ કરી રહ્યા છે. એતિહાસિક સામગ્રી
જેકે સાહિત્ય, કેળવણી, ગણિત, કાવ્ય, કળા ઇત્યાદિની લાક્ષણિક વ્યાખ્યા સર્વત્ર અને સદાને માટે સર્વમાન્ય થઈ પડે તેવી રીતે રજુ થવી દુશય, બલકે અશક્ય છે, તેમ છતાં એ દરેકની સ્થૂલાદિ વ્યાખ્યાઓ થતી આવી છે અને થાય છે. આ નિયમ ઇતિહાસને પણ લાગુ પડે છે. ઈતિહાસની રપૂલ વ્યાખ્યા તે હરિ + + માસ એટલે પૂર્વ આમ હતું એ વ્યુત્પત્તિ ઉપરથી રજુ કરાય છે.
આપણા ભારતવર્ષમાં એક પ્રાચીન સમયમાં કોઈ વિશિષ્ટ વ્યકિતનું જીવનચરિત્ર આધુનિક ઐતિહાસિક દષ્ટિએ લખાયેલું જોવાતું નથી. આવી પરિસ્થિતિમાં પ્રાચીન યુગમાં થઈ ગયેલી અનુકરણીય અને વદનીય વ્યક્તિઓને ઇતિહાસ કાલક્રમાનુસારી અને સાંભળેલા બનાવોની સત્યતા તપાસી અને પૂરવાર કરીને લખાયેલે ન મળે તો તે સ્વાભાવિક છે; કેમકે આપણા પૂર્વજોને મન તો અમુક વીરને પૂજન કરતાં એના વીરત્વના પૂજનની વિશેષ કિંમત હતી એટલે કે ગુણની પૂજા કરતાં ગુણની પૂજાને તેઓ વધારે મહત્વ આપતા અને તેમ થતાં તેમને હાથે સમર્થ વ્યક્તિને પણ ગૌણ સ્થાન મળતું.
જેમ અત્યારે ઐતિહાસિક સત્યને નવલકથાના લેબાસમાં રજુ કરી તેને અન્ય જાતને અને કેટલીક વાર તે મૂલઘાતક સ્વાંગ સજાવાય છે તેમ અસલના વખતમાં બનતું કે નહિ તેને નિશ્ચયાત્મક ઉત્તર આપવો મુશ્કેલ છે, પરંતુ એમ તે અનુમનાય છે કે તે વખતે ઐતિહાસિક બીનાને ગુંગળાવી નાંખવાનું કાર્ય ઈરાદાપૂર્વક નહીં થતું હોય.
પ્રાચીન કાળમાં પણ આપણે ત્યાં ઐતિહાસિક તને સૂક્ષ્મરૂપે રજુ કરનારી પૌરાણિક કથાઓ રચાયેલી છે એટલે આપણે દેશમાં ઇતિહાસની કિમત કે કદર જ ન હતી એમ માનવું અસ્થાને છે. વળી મધ્યકાળમાં ઈતિહાસ સામે વધારે નજદીક સંબંધ ધરાવનારા ગ્રંથ રચાયેલા છે. લોકોને મોઢેથી સાંભળેલી હકીકતોને મહાભારતમાં ઈતિહાસના નામથી ઓળખાવેલ છે. લગભગ એવી વાત મધ્યકાળમાં પ્રબંધના નામથી અને અત્યારે લોકકથા, લોકસાહિત્ય કે એવા કોઈ નામથી ઓળખાવાય છે.
શ્રોતૃવર્ગની ધાર્મિક ભાવનાને સતેજ કરવાના ઇરાદાથી રચાયેલો ચતુર્વિશાતપ્રબન્ધ એ પ્રાયઃ આવી જાતના ૨૪ પ્રબન્ધનો સંગ્રહ છે; એથી એમાં રજુ થયેલી તમામ હકીકત વિશ્વસનીય હોવા વિષે શંકા રહે છે. જે સામગ્રી પ્રભાચન્દ્રસૂરિ પાસે વિ. સં. ૧૩૩૪ માં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org