________________
(૨૨) રત્ન શ્રાવકના પ્રબન્ધ
ઉત્તર દિશામાં ‘કાશ્મીર ' દેશમાં ‘નવહુલ' નામે મહાસમૃદ્ધિશાળી નગર હતું. ત્યાં પરાક્રમ વડે મંડળનું જેણે આક્રમણ કર્યું છે એવા નવહંસ નામે રાજા હતા. રૂપની શાભા વડે જેણે રંભાના અભિમાનને હસી કાઢવું છે એવી તેને વિજયાદેવી નામની રાણી હતી. તે જ શહેરમાં પૂર્ણચન્દ્ર નામે શ્રેષિરાજ હતા. તેને રત્ન, મદ્દન અને પૂર્ણસિંહુ નામે ત્રણ પુત્રા હતા. (તે) ત્રણે જૈન, શ્રીમંત, મીઠું ખેલનારા, સાત્ત્વિક, બુદ્ધિશાળી, રાજપૂજ્ય અને આરંભેલું સિદ્ધ કરે તેવા હતા. રત્નની પત્ની પણ નામથી પ્રખ્યાત હતી. (તેના) કેકામલ નામે પુત્ર તા બાળક હતા. તે વારે શ્રીનેમિનાથના નિર્વાણુથી ૮૦૦૦ વર્ષ વીતી ગયાં હતાં. એ સમયે મહાપટ્ટદેવ નામના અતિશય જ્ઞાતી ‘નવ ુલ ' નગરને સીમાડે સમવસર્યાં. દેવે એ ભૂમિ શુદ્ધ કરી, (તેના ઉપર ) જળ છાંટવું અને સુવર્ણકમળ માંડયું. તેના ઉપર પટ્ટમહાદેવ બેઠા. નગરમાં તેમના આવ્યા(ની વાત) ઉદ્યાનપાલે લેાકને તેમજ રાજાને જણાવી, અંતઃપુરના પરિવાર સાથે તેમજ રત્ન, મદ્દન અને પૂર્ણસિ'હુ સહિત રાજા પ્રથમ આવ્યા. ખીજા લેાક પણ તેમ આવ્યા. શેઠાણી પર્માણ પણ પુત્ર સાથે ત્યાં આવી. એ પ્રમાણે દેવ, દાનવ, માનવ, વિદ્યાધર વગેરેના સમુદાયથી સુંદર સભા ( ભરાતાં તે)માં ગુરુએ દેશનાને આરંભ કર્યાં. હું જિનમંદિરે જઇશ એમ વિચારતાં ઉપવાસનું ફળ, ઊઠી તૈયાર થતાં છન્દ્વનું, ત્યાર બાદ માર્ગે ચાલવાને પ્રવૃત્તિ કરતાં અઠ્ઠમનું, શ્રદ્ધા પૂર્ણ બનતાં દશમનું, જિનમંદિરની બહાર આવી પહોંચતાં દ્વાદશનું, એની અંદર જતાં પાક્ષિકનું અને જિનેશ્વરનું દર્શન કરતાં એક માસના ઉપવાસનું તે ફળ પામે છે. પ્રમજ્જનથી શત (ગુણું) વિલેપનથી હજાર (ગુણું), માલાથી લાખ (ગુણું) અને ગીતવાત્રિથી અનંત (ગુણું) પુણ્ય થાય છે. કરાડ પૂજા સમાન સ્તોત્ર, કરોડ સ્તોત્ર સમાન જપ, કરોડ જપ સમાન ધ્યાન અને કરાડ ધ્યાન સમાન લય છે. આ સર્વે જિનની સેવાનું સામાન્યરૂપે ફળ છે. અસંખ્ય ‘ શત્રુંજય ’ મુનિઓની સિદ્ધતાને લીધે સિદ્ધક્ષેત્ર હાવાથી ત્યાં તે (ફળ) વિશેષ છે; કેમકે ધૂપતે વિષે (કરવાથો) પંદર ઉપવાસ, કપૂરના ધૂપને વિષે માસક્ષપણુ, અને સાધુને પ્રતિલાલતાં કાર્તિક માસક્ષપણુ(નું મૂળ) મળે છે એવું વચન છે, ' શત્રુંજય ’થી પણ ‘રૈવત’ની સેવા મેઢા ફળવાળી છે, ‘રૈવત’ ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
૧.
૧૫
૨૫
30
www.jainelibrary.org