________________
શ્રીરાજશેખરસૂરિકૃત [ સનાયાશનું જય ને એક ભાગ હોવાથી “શત્રુંજય જ છે. (વળી ત્યાં) શ્રીનેમિનાં ત્રણ કલ્યાણક થયેલાં હોવાથી તેને પ્રભાવ અતિશય છે. નેમિનાથનો મહિમા મિથ્યાદષ્ટિ પણ પ્રભાસપુરાણમાં આ પ્રમાણે કહેતાં સંભળાય છે. પદ્માસને બેઠેલા, શ્યામ (વર્ણની) મૂર્તિવાળા અને દિગંબર એવા શિવનું વામને નેમિનાથ એવું નામ પાડ્યું. “વામન – અવતારમાં વામને વિત” ઉપર નેમિનાથ આગળ બલિના બંધન માટે શક્તિ (મેળવવા) માટે તપ તપ્યું એવી ત્યાં કથા છે. હે દેવી! મહાભયંકર એવા કલિકાલમાં સર્વ પાપનો નાશ કરનારા અને દર્શન અને સ્પર્શથી
કરોડ યજ્ઞનું ફળ આપનારા (નેમિનાથ) થશે. એ પ્રમાણે ઈશ્વરે કહેલ ૧૦ આ (વચન) પ્રભાસપુરાણમાં છે. તેથી રૈવત’ પર્વત ચઢીને જેણે
નેમિનાથને વંદન કર્યું તે શ્રદ્ધાળુએ ખરેખર ઉત્તમ પદ ગ્રહણ કર્યું એ તાત્પર્ય છે. એ પ્રમાણે એ દેશના સાંભળીને રત્ન શ્રાવકે ઊભા થઈ પ્રતિજ્ઞા કરી કે જ્યારે હું સંધ સહિત વિત” ઉપર નેમિને નમીશ ત્યારે બીજી વિકૃતિ
ગ્રહણ કરીશ; ત્યાં સુધી એકભક્ત ભજન કરીશ. વળી તેટલા વખત સુધી ૧૫ (મારે) ભૂમિશા અને બ્રહ્મચર્ય નક્કી ધારણ કરવાં. હું પ્રાણ ત્યજીશ પણ
નેમિનાથને તે હું વંદન કરીશ જ. ત્યાર બાદ રાજા તેમજ લેક પાતપિતાને ઘેર આવ્યા. રત્ન શ્રાવકના આગ્રહથી પટ્ટમહાદેવ ત્યાં રહ્યા. ને તે ઉપાયન દઈને રાજાને કહ્યું કે હે પ! નેમિની યાત્રા ( કરવા) માટે
મને રૈવત’ જવા માટે રજા આપો. રાજાએ કહ્યું કે સ્વેચ્છા પ્રમાણે 5 ધર્મ આચરજે. એ અમારે મત છે. જે જોઈએ તે લે. રત્ન હર્ષ પામ્યો.
તેણે સંધ એકઠા કર્યો. રાજા પાસેથી હાથી, રથ, ઘોડા અને પાયદળરૂપ મોટું સૈન્ય તેણે મેળવ્યું. જેને જેની ન્યૂનતા હતી તેને તે તેણે પૂરું પાવ્યું. તેણે અમારિ, ચૈત્યપરિપાટી, શાંતિક, જમણવાર, પ્રતિલાભના.
બદિજિનો)નો છૂટકારો અને લેકનો સત્કાર કર્યા મુહૂર્ત જેવડાવી તે ર૫ જિનમંદિર તરફ ચાલ્યો. મહોત્સવ કરનાર રાજા મોટો દસ્તદાર હતો.
સેંકડે ઊંટ ઉપર ધન ચાલતું થયું. શેઠાણી પઉમિણિ પોતાની બાલસખી રાણી વિજયાદેવીને મળવા ગઈ. તેણે પગે પડી રજા માગી કે હે
સ્વામિની! હું યાત્રા કરવા) માટે જાઉં છું. કેટલાક દિવસ હું ધર્મના લભે આપના વિયોગનું દુઃખ સહન કરવા ઇચ્છું . રાણી પણ શીખામણ આપતાં બોલી કે હે સખિ! ત્યાં જઈ ધન ઓછું હોવાથી કંજુસાઈ કરી મને લજજાપાત્ર તું બનાવતી નહિ; સ્વેચ્છા પ્રમાણે દાન દેજે. વળી આ ધન, અલંકારો અને વસ્ત્રો લે. એમ કહીને તેણે તેને બહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org