________________
પ્રવધુ]
ચતુર્વિશતિપ્રબન્ધ એ બે ઉપકારી પુરુષની વલ્લભા છે. પુણ્યલક્ષ્મી અને કીર્તિની મહરતા તમે વિચારો. એક સ્વામીની સાથે જાય છે અને બીજી પાછળ રહે છે. એમના (અર્થાત તમારા પિતા) જેવા અન્ય (સહુ) કાઈ થજે. એ પ્રમાણેનાં વચને દ્વારા દુદુક રાજાને સૂરિરાજે શોક રહિત કર્યો. દુદુક ધીમે ધીમે પરમ શ્રાવક બન્યો અને રાજ્ય-કાર્યો કરવા લાગ્યો. ૫ તે ત્રિવર્ગને સાધવા લાગ્યા.
એમ વખત જતાં એક દહાડે દુન્દુકે ચૌટે જતાં ઉદાર રૂપવાળી, ચિકૂપ, યુવક જનરૂપ મૃગને (પકડવાને) જાળ જેવી અને મદનની માયાથી પરિપૂર્ણ એવી કંટિકા નામની વેશ્યાને જોઈ. તેને તેણે અંતઃપુરની સ્ત્રી બનાવી. તેણે દુદુકને એ વશ કરી લીધો કે તે જે કહે તે જ ૧૦ સાચું અને તે જે કરે તે જ હિતકારી તે માન. કામણ કરનારી અને બોલવામાં ચાલાક એવી તે હિમાની જેમ અશોક વૃક્ષને ખાઈ જાય તેમ સર્વ રાજ્યને ગળી ગઈ. ભેજની માતા પદ્માને તેમજ કુલ, વિનય અને રૂપથી સંપન્ન એવી બીજી રાણીઓને પણ એ તૃણવત્ ગણવા લાગી.
એક દિવસ કલાકેલિ નામના તિષીએ રાત્રે સેવક–લેકનું વિસર્જન થયા બાદ દુક રાજાને એકલે જેઈ (તેને ઉદ્દેશીને) કહ્યું કે હે દેવ ! અમે આપના સેવક હોવાથી સુખી, પ્રખ્યાત અને લક્ષ્મીના માલિક છીએ. તેથી જેવું હોય તેવું કહીએ છીએ. આ તમારો ભેજ નામનો પુત્ર ( તમારા કરતાં) અધિક ભાગ્યવાળા હોઈ તમને મારીને તમારી રાજ્ય(ગાદીએ) બેસશે. તમને યોગ્ય લાગે તેમ તમે જાતે કરે. રાજા ૨૦ તે સાંભળીને વજીથી હણુ હોય તેમ એક ક્ષણ મૂગો રહ્યો. તેણે
જ્યોતિષીને વિદાય કર્યો. એ વાત ભેજની જનનીની સહચરીરૂપ એક દાસી કે જે મેટા થાંભલા પાછળ અંતરિત થયેલી-સંતાઈ રહેલી હતી તેના સાંભળવામાં આવી અને તેણે તે (વાત) ભેજની માતાને કહી. તે પુત્રના મરણ (ની વાત)થી બીધી. રાજા પણ કંટિકાને ઘેર આવ્યું. તે પણ ૨૫ રાજાને ચિન્તાગ્રસ્ત જોઈ બોલી કે હે દેવ ! આજે આ૫ કરમાયેલા મુખવાળા કેમ છે ?-આપનું મુખ કેમ લેવાઈ ગયું છે? રાજાએ કહ્યું કે શું કરવું? વિધિ કર્યો છે. જેના સેંકડે પ્રત્યયો જોવાયા છે એવા નાનીએ પુત્રથી મારું મૃત્યુ છે એમ કહ્યું છે. કંટિકાએ કહ્યું કે (અહે એમાં ) શી ચિન્તા છે? પુત્રને મરાવી નખાવે. રાજ્યના લોભીઓ ૩૦ પુત્રને પણ મારી નાખે છે. (શત્રુરૂપ) પુત્ર એ પુત્ર નથી. પુત્રરૂપે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org