________________
LA ]
ચતુર્વિ’શાંતપ્રબન્ધ
૧૦
તૈયાર થયેલા તેણે જોયા અને તે સંતેષ પામ્યા. સ્નાન કરી, સુંદર વસ્ત્ર પહેરી, પત્ની સહિત મંત્રી નૈમિની પૂજા કરતા હતા. કાયાત્સર્ગમાં ધ્યાન ધરીને તે ઘણા વખત ઊભા રહો. અડધી ક્ષણમાં પતિને તે સ્થિતિમાં મૂકીને અનુપમા પ્રાસાદની રચના ( જોવા )ના કુતૂતુળથી બહાર આવી. ત્યાં સૂત્રધાર શાભનદેવ મંડપના ચાર થાંભલા ઊભા કરવાની તૈયારી કરતા હતા. તેવારે મંત્રિણીએ કહ્યું કે હે સૂત્રધાર! હું ઘણી વાર થયાં જોઇ રહી છું, ( પરંતુ ) હજી થાંભલા ઊભા થયા નથી. ગાભદેવે કહ્યું કે હે સ્વામિની ! આ પર્વતને પ્રદેશ છે અને 'ડી બહુ છે; એથી સવારે ધડવું અઘરૂં છે. મધ્યાહ્ને તેા ઘેર જવાય છે, સ્નાન કરાય છે, રસાઇ કરાય છે અને ભાજન કરાય છે. એ પ્રમાણે વિલંબ થાય છે. વિલમથી શા ભય છે ? અહીં શ્રીપ્રધાનપાદ ચિરકાળ રાજ્ય ભાગવી (જ) રહેલ છે. તે ઉપરથી અનુપમાએ કહ્યું કે હે સૂત્રધાર ! આ તે કેવળ ચાહુ છે–સારી સારી વાત છે. કષ્ટ ક્ષણ કેવી હશે તે ક્રાણુ જાણે છે ? સૂત્રધાર મૂંગા રહ્યો. પત્નીનું કહેવું સાંભળીને મંત્રીશ્વરે બહાર નીકળી સૂત્રધારને કહ્યું કે અનુપમા શું કહેતી હતી ? સૂત્રધારે કહ્યું કે જે દેવે અવધાર્યું તે (જ). મંત્રીએ પત્નીને કહ્યું કે તેં શું કહ્યું ? અનુપમાએ કહ્યું કે હે દેવ ! હું એમ કહેતી હતી કે કાળના શે! વિશ્વાસ છે ? કૅાક કાલવેલા કેવી હાય ? સદા પુરુષોનું તેજ તેવું ને તેવું રહેતું નથી. જેમકે લક્ષ્મીને કે પેાતાના નાશ અવશ્ય થાય છે તેા પછી તેવા લક્ષ્મીના સંબંધને વિષે ડાહ્યા માણસે સ્થિરતાની બુદ્ધિ ક્રમ રાખે છે ? વૃદ્ધોને આરાધતા, પૂર્વજોને તૃપ્ત કરતા અને લક્ષ્મી વિનાના મનેલાને જોતા છતાં પણુ પ્રાણીઓ માહ પામે છે. રાજાના ભવા૫ પલ્લવના અંતમાં આલંબન વિના લટકતી ( ? ) એવી પેાતાની લક્ષ્મીને પણ સેવકે સ્થિર માને છે. અક્સાસ ! આ તરફ વિપત્તિ, આ તરફ મરણુ, આ તરફ રાગ અને આ તરફ ઘડપણ એમ ચારે વડે સદા પ્રાણીઓ પીડાય છે. આ તત્ત્વમય વચન સાંભળીને મંત્રોશ્વરે કહ્યું કે હું કમળનાં જેવાં દીર્ઘ નેત્રવાળી (સુંદરી) ! તારા સિવાય ખીજાં ક્રાણુ આ પ્રમાણે ખેલવાનું જાણે છે ? • તામ્રપર્ણી 'ના તટમાં ઉત્પન્ન થયેલાં મેાતીએ સાથે તેમજ શેરડીરૂપ કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલા અતિશય મીઠા (રસ) સાથે સ્પર્ધાને સમૂહ ધારણ કરતા એવા તારા વર્ષાં પ્રસન્ન અને સ્વાદિષ્ટ છે. ધરની ચિન્તાના ભારનું હરણુ, બુદ્ધિ આપવાપણું, સર્વ પાત્રાના સત્કાર કરવાપણું ( ત્યાદિ) શું શું ફળ ગૃહકપલતા જેવી
Jain Education International
For Private & Personal Use Only
૧૧
૧૫
૨૦
૨૫
૩૦
www.jainelibrary.org