________________
પ્રાણ]
ચતુર્વિશતિપ્રબન્ધ તેણે જયતાને કહ્યું કે આ મારાં ફૂલે લઇ તું પૂજા કર. જ્યતાકે (ઉત્તર આપતાં) કહ્યું કે (એ) ફૂલે આપનાં છે. એના વડે પૂજા કરવાથી મને શું ફળ? એ વેઠ માત્ર છે. મારી પાસે પણ કેવળ પાંચ કડીઓ છે. તેનાં પુષ્પો (લઈ તે) વડે જિનેશ્વરની હું પૂજા કરીશ. તેણે તે પ્રકારે પૂજા કરી. આથી જયતાકે અગણિત પુણ્ય ઉપાર્જન કર્યું. ત્યાર બાદ એકર ૫ અને જ્યતાક ગુરુને વંદન કરવા ગયા. જયતાકે ઉપવાસ કર્યો. બીજે દિવસે તેણે મુનિને (દાન) આપી પારણું કર્યું. એ પ્રમાણે પુણ્ય પ્રાપ્ત કરી મરીને તે શ્રીમૂલરાજના વશમાં તિહુઅલપાલદેવને ઘેર શ્રીકુમારપાલ થયા. એમ કહીને દેવીઓ વિરમી ત્યારે પ્રભુએ પૂછયું કે એની શી ખાતરી ? (એટલે) ફરીથી દેવીઓએ કહ્યું કે રાજાને તમે કહેજો કે ૧૦ નવલક્ષતિલંગશૃંગારનગર ઉરંગલ' માં માણસને મોકલો. હજી (ત્યાં) એટરના વંશના લોકે છે. તેમની દાસી (નામે) સ્થિરદેવી જૂના વૃત્તાંતે જાણે છે, તે કહેશે. એમ સાંભળીને તેમણે દેવીઓને વિસર્જન કરી. જતાં જતાં દેવીઓએ ત્યાં એકરના ઘરમાંથી નિધાને મળવાનું કહ્યું. ( આ પ્રમાણે વૃત્તાંત) જાણીને પ્રભુ “પત્તન” માં રાજા પાસે ગયા. ત્યાં - ૧૫ રાજાએ પૂછયું એટલે હતું તેવું રાજા આગળ તેમણે કહ્યું. માણસ મોકલી બધું તેણે જાણ્ય, જિનધર્મને વિષે (તેની) સ્થિરતા થઈ. સિદ્ધસેન સાથે પણ વેરનું કારણ સમજાયું. પૂર્વ ભવમાં ગર્ભનો નાશ કરેલ હોવાથી સિદ્ધરાજને પુત્ર ન થયો (એ વાત પણ સમજાઈ). આ પ્રમાણે કુમારપાલને પૂર્વ ભવ છે.
॥ इति श्रीहेमचन्द्रसूरिप्रबन्धः ॥ १० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org