________________
૧૦.
(૧૧)
શ્રીહર્ષકવિને પ્રબન્ધ પૂર્વ દિશામાં “વારાણસી” નગરમાં ગેવિન્દચન્દ્ર નામે રાજા હતા. તે ૭૫૦ અંત:પુરીના યૌવનના રસના સુવાસવાળો હતો. તેને જયન્તચન્દ્ર ૫ (નામે) પુત્ર હતું. તેને રાજ્ય સોંપી પિતાએ ગ ગ્રહણ કરી
પરલોક સા. જયન્તચન્દ્ર ૭૦૦ એજન જેટલી પૃથ્વી જીતી લીધી. તેને મેઘચન્દ્ર (નામે) પુત્ર હતો કે જે સિંહનાદ વડે સિંહને ભગાડવા સમર્થ હતા; તે પછી મદાંધ ગધગજની ઘટાની તો વાત (જ) શી? તે રાજા ચાલે ત્યારે (તેનું) લશ્કર “ગંગા' અને “યમુનાના જળ વિના તૃપ્ત થતું નહિ. (આમ) બે નદીરૂપ લાકડીના ગ્રહણને લીધે તે લેકમાં * પગલ” રાજા તરીકે પ્રસિદ્ધ થયે. એની ગોમતી નામની ) દાસી ૬૦ હજાર ઘોડાઓને વિષે પાખરનું નિવેશન કરીને અભિષેણ કરતી પરસૈન્યને ત્રાસ આપતી. રાજાને શ્રમ જ શે? તે રાજાને ઘણા વિદ્વાને
હતા. તેમાં એક હીર નામને બ્રાહ્મણ હતા. તેને પુત્ર શ્રી હર્ષ ૧૫ બુદ્ધિશાળીમાં ચક્રવર્તી હતા. તે હજી બાલ્યાવસ્થામાં હતું. સભામાં
એક રાજકીય પંડિત વાદીએ રાજાની સમક્ષ (વાદમાં) હીરને જીતી તેનું મોઢું બંધ કર્યું. (આથી) તે લજજારૂપ કાદવમાં દટાઈ ગયે. તરવારની ધાર જેવું તીક્ષ્ણ વેર તેણે રાખ્યું. મરણ સમયે તેણે શ્રીહર્ષને કહ્યું કે હે વત્સ! અમુક પંડિતે મારું આહનન કરી રાજાના દેખતાં મને જીત્યો છે, તે મને દુઃખ(રૂપ) છે. જો તું સુપુત્ર હોય તે તું તેને રાજસભામાં જીતજેશ્રીહર્ષે કહ્યું વારૂ હીર સ્વર્ગે ગયો. શ્રીહર્ષ તે કુટુંબને ભાર આપ્ત દાયાદોને સોંપી, વિદેશ જઈ, આચાર્યો પાસે તર્ક, અલંકાર, ગીત, ગણિત, ચૂડામણિ, મંત્ર, વ્યાકરણ ઈત્યાદિ સર્વ સ્કુરાયમાણ વિદ્યાઓ સત્વર ગ્રહણ કરી. “ગંગાને તીરે સુગુરુએ આપેલા “ચિન્તામણિ' મંત્રની તેણે અપ્રમત્તપણે એક વર્ષ સાધના કરી. (આથી) ત્રિપુરા પ્રત્યક્ષ થઈ. તેને અમોઘ આદેશ ઇત્યાદિ વરદાનની પ્રાપ્તિ થઈ. ત્યારથી તે રાજગેડીઓમાં ભમવા લાગ્યો. તે અલૌકિક ઉલ્લેખથી શિખરિત જલ્પ કરતે કે જેને કોઈ સમજી શકતું નહિ. તેથી લેકેને અગોચર એવી અતિવિદ્યાથી પણ તે ખિન્ન થયે. (આથી) ફરીથી ભારતીને પ્રત્યક્ષ કરી તેણે તેને કહ્યું કે હે માતા ! અતિપ્રતિભા પણ મને દેષરૂપ થઈ. મારું વચન સમજાય એવો મને બનાવ.
રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org