________________
કbe
૧૦
શ્રીરાજશેખરસુરિત [૨૨ થીfપણથી શો અર્થ? શ્રીહીરના વેરી! તે બરાબર અવસરને ઓળખ્યો એ અર્થ છે. પૃથ્વીચન્દ્ર (અર્થાત રાજાએ) બંનેને પરસ્પર ગાઢ આલિંગન કરાવ્યું. વિસ્તારથી મહેલે લાવી માંગલિક કરાવી તેણે શ્રીહર્ષને ઘેર મોકલ્યો. લાખ સેનૈયા આપવામાં આવ્યા. નિશ્ચિત થયેલા રાજાએ એક દિવસ હર્ષભેર કવીશ્વરને કહ્યું કે હે વાદીન્દ્ર! કઈ પ્રબન્ધરત્ન રચ. તે ઉપરથી તેણે નૈષધ (નામનું) મહાકાવ્ય રચ્યું. દિવ્ય રસવાળા અને અત્યંત ગૂઢ વ્યંગ્યના ભારથી ઉત્તમ એવું એ કાવ્ય એણે રાજાને બતાવ્યું. રાજાએ કહ્યું કે એ ઘણું સુંદર છે; પરંતુ તે “કાશ્મીર' જા. (અને) ત્યાંના પંડિતોને બતાવજે તેમજ ભારતીના હાથમાં (એ) તું મૂકજે. ભારતી ત્યાં (શારદા)પીઠ ઉપર સાક્ષાત્ બીરાજે છે. અસત્ય પ્રબન્ધ હાથમાં મૂકાતાં કચરાના ઢગલાની પેઠે તેને તે દૂર ફેંકી દે છે; અને જે સત્ય હોય તે માથું ધૂણાવી સારું એમ તે કબૂલ કરે છે. ઉપરથી પુષ્પો પડે છે. રાજાએ આપેલા દ્રવ્યથી વિપુલ સામગ્રી તૈયાર કરી શ્રીહર્ષ “ કાશ્મીર ” ગયો અને તેણે સરસ્વતીના હાથમાં (એ) પુસ્તક મૂકવું. સરસ્વતીએ તે દૂર ફેંકી દીધું. શ્રીહર્ષે કહ્યું કે તું ઘરડી થઈ છે એટલે (તારી) અક્ષ ગઈ છે કે શું કે જેથી મારા કહેલા (ચેલા) પ્રબને પણ ઇતર પ્રબન્ધ જેવો તું ગણે છે? ભારતીએ કહ્યું કે હે પારકાના મર્મને બેલનાર! અગ્યારમા સર્ગમાં ૬૪ માदेवी पवित्रितचतुर्भुजवामभागा
वागालपत् पुनरिमां गरिमाभिरामाम् । एतस्य निष्पकृपाणसनाथपाणेः
૧૫
૨૫
–કાવ્યમાં જે તે કહ્યું છે તે તને યાદ નથી? (આમાં) આમ મને વિષ્ણુની પત્ની તરીકે બતાવી, લેકમાં મારું જે કન્યાપણું રૂઢ થયેલું હતું તેને તે લેપ કર્યો છે, તેથી મેં પુસ્તક ફેંકી દીધું. યાચક, છેતરનાર, રોગ, મરણ અને મર્મ કહેનાર એ પાંચ યોગીઓને પણ શેકનાં કારણરૂપ છે. આ પ્રમાણે સરસ્વતીની વાણી સાંભળીને શ્રી કહ્યું કે કેઈક કારણસર એક અવતારમાં તે નારાયણને પતિ કર્યા. (તેથી) પુરાણમાં પણ તે વિષ્ણુની પત્ની કહેવાઈ છે. તે (મું) સત્ય (કહ્યું) તેમાં તું શાને ગુસ્સે થાય છે? ગુસ્સે થવાથી શું કલંકથી છૂટાય છે ? એ સાંભળીને પિતાની મેળે તેણે પુસ્તક હાથમાં થયું (લી) અને સભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org