________________
પ્રવન્ય ]
ચતુર્વિશતિપ્રમન્ધ
'
એક વાર વૃદ્ધો પાસે તેણે એમ સાંભળ્યું કે ‘પ્રાગ્લાટ' વંશમાં શ્રીવિમલ દંડનાયક હતા, જે તેઢ અને વાહિલના ભાઇ થતા હતા. તેણે ઘણા વખત સુધી ‘ આપ્યુ ’નું અધિપતિપણું ભોગવ્યું, કેમકે ‘ ગૂર્જર ’નાથ તેના ઉપર પ્રસન્ન હતા. તે નિર્મળ બુદ્ધિવાળા વિમલને એ ઇચ્છા થઇઃ (૧) પુત્રની ઈચ્છા અને (ર) પ્રાસાદની ઇચ્છા. તેની સિદ્ધિ માટે તેણે પેાતાની ગાત્ર-દેવી અંબિકાની ત્રણ ઉપવાસ વડે આરાધના કરી. તેણે પ્રત્યક્ષ થઋને કહ્યું કે હે વત્સ ! તું તારી પ્રુચ્છા કહે. વિમલે કહ્યું કે મને પુત્રની ઇચ્છા છે તેમજ ‘આયુ’ના શિખર ઉપર્ પ્રાસાદ બનાવવાની (પણ) ઇચ્છા છે. 'ખાએ કહ્યું કે બંને પ્રાપ્ત નહિ થાય. તું એક કહે. તે ઉપરથી સંસારની કેવળ વૃદ્ધિરૂપ ફળવાળી અને અસાર એવી પુત્રની ઇચ્છા છેાડી દઇને પ્રાસાદની જ ઈચ્છા સફળ કરવા વિમલે અભિલાષા રાખી. અંબાએ કહ્યું કે આ તારી ( ઇચ્છા ) સિદ્ધ થશે; પરંતુ એક ક્ષણ રાહ જો કે જે દરમ્યાન હું ‘ આણુ ’ની અધિષ્ઠાત્રી (અને મારી) સખી શ્રીમાતાના મત લઇ આવું છું. એમ કહી દેવી ગઇ. તેટલી વાર વિમલ ધ્યાનમાં રહ્યો. શ્રીમાતાનેા અભિપ્રાય લઇને દેવી આવી અને ખેલી કે શ્રીમાતાના ભવનની પાસે પુષ્પની માળાથી મનહર એવું ગેસમય ગાયનું મુખ જ્યાં દેખાય ત્યાં પ્રાસાદ યાગ્ય ભૂમિ તું જાણજે, તે તેવી જ જોઇને તેણે ચાંપાના ઝાડની પાસે તીર્થ સ્થાપ્યું. તેમાં વિક્રમાદિત્યથી એક હજાર ઉપર ૮૮ વર્ષ વીતે ચાર સૂરિઓએ મેટી પિત્તળની પ્રતિમા (તરીકે) આદિનાથની પ્રતિષ્ઠા કરી. પ્રાસાદનું નામ વિમલવસતિ ' પાડવામાં આવ્યું. તે જોતાં જન્મનું ફળ મળે છે. આ કથાના શ્રવણથી મંત્રીએ વિચાર કર્યો કે અમે ચાર ભાઇઓ હતા. તેમાં ( અત્યારે ) ખે છીએ. માલદેવ અને ગિ (એ) એ ( ભાઇ તેા નાની વયમાં સ્વર્ગે ગયા. માલદેવના નામથી પૂર્વે પણ કીર્તન મેં કરાવ્યાં છે. લણિગના કલ્યાણનિમિત્તે ‘ આબુ' ઉપર ‘ લૈંગિયતિ ’ કરાવવી. એ વાત )ને તેણે તેજ:પાલ આગળ પ્રકાશ કર્યાં. તે વિનીતે તે અત્યંત માન્ય કરી. ત્યાર બાદ તેજપાલ ‘ ધાળકા ’થી ‘ આપ્યુ કે ગિરિના શૃંગારરૂપ ‘ ચંદ્રાવતી ' નગરીએ જઇને રાણા ધારાવ તે ઘેર ગયા. તેણે તેની ખૂબ પૂજા કરી અને કહ્યું કે શું કામ છે તે કરમાવે. મંત્રીએ કહ્યું કે જો તમે મદ્દગાર બનેા તે અમે ‘ આણુ ’ના શિખરના અગ્ર ભાગમાં પ્રાસાદ બનાવીએ. ધારાવર્ષે કહ્યું કે હું તમારો સેવક (જ) છું; મતે બધાં કાર્યોમાં આગળ કરજો. ત્યાર બાદ રાષ્ટ્રિક મૌર્ગલિકાદિને
)
"
२७
Jain Education International
For Private & Personal Use Only
૨૦૯
૧૦
૧૫
૩૦
www.jainelibrary.org