________________
२०८
શ્રીરાજશેખરસૂરિકૃત [ શીerveવિષે તિલક (સમાન) ! “પાતાલ'માંથી બલિને ઉદ્ધાર કરવા માટે આપ નક્કી વારંવાર માર્ગ શોધે છે. તે જ વેળા “ કૃષ્ણ” નગરના કવિ કમલાદ અન્ય પ્રકારે કહ્યું કે જે ચપળ લક્ષ્મીને તમે ત્યાગરૂપ ફળવાળી બનાવી, તેણે અર્થને આશ્રય લઈ કીર્તિ (નામની) પુત્રીને જન્મ આપ્યો. તે (કીર્તિ) પણ ઐક્ય આગળ ઈચ્છા પ્રમાણે ખેલે છે. તેની વાતથી આ લજજા પામે છે, વાતે આ મોટા છે. તેણે તે કવિઓને પુષ્કળ દાન આપ્યું.
કંઈક વેળા મંત્રીએ સાંભળ્યું કે “રૈવતક” પાસે જતા લેકેની પાસેથી ભરડાઓ પૂર્વ રાજાએ આપેલ કર ઉઘરાવે છે. પિટલાઓમાં એક મણ દાણો અને ફૂપકમાંથી એક કર્મ (તેઓ લે છે). આ પ્રમાણે તેઓ લોકને ઉપદ્રવ કરે છે. તે ઉપરથી આયતિને જોનારા મંત્રીએ તે ભરડાઓને “કુહાડી' નામનું ગામ આપીને તે કર ઉઘરાવતા અટકાવ્યા. ગષભ અને નેમિના નિર્ધન જાત્રાળુઓને પોતે ઘેર પહોંચે ત્યાં સુધી
ગ્ય ભાથું ચાલે એટલા દ્રમ્મ (ઉપજાવવા બદલ તેણે “અંકેવાલિયા’ ૧૫ નામનું ગામ આપ્યું. “શત્રુંજયે” અને “ રૈવતક'ની તળેટીમાં (આવેલાં)
નગરોમાં સુખાસન કરીને આંધળા, તાવવાળા વગેરે જાત્રાળુઓના તીર્થ-આરોહણ માટે તે (મકળાં) મૂક્યાં. તેને ઊંચકનારા મનુષ્યોના ગ્રાસને
સ્થાને શાલિનાં ક્ષેત્રો તેણે સ્થાપ્યાં. તેણે સર્વ તીર્થોને વિષે દેવોને માટે રત્નથી જડેલાં સોનાનાં અલંકારો કરાવ્યાં. વિદેશથી આવેલા (આવતા) આચાર્યોની સેવા માટે તેણે સર્વ દેશને ગામના મુખીઓને નીમ્યા. પોતે સમ્યગ્દષ્ટિ હોવાથી ભક્તિથી નહિ, પરંતુ પિતાના નાથના રંજન માટે તેણે લૌકિક તીર્થ પણ કરાવ્યાં.
એક વાર મંત્રી ધોળકે'થી “સ્તંભ'પુર ગયે. ત્યાં સમુદ્રને કિનારે વહાણમાંથી ઘોડા ઉતરતા હતા. તેવારે કવિરાજ સામેશ્વર પાસે હોતે, ૨૫ મંત્રીએ (તેને) સમસ્યા પૂછી કે વર્ષ-સમયે સમુદ્ર ગર્જનાથી રહિત છે.
સોમેશ્વરે (તે સમસ્યા) પૂરી કે જાણે અંદર સૂતેલા જગન્નાથની નિદ્રાના ભંગના ભયથી. આ પ્રસંગે તેણે ઉચિત દાન તરીકે સોળ ઘડાઓ આપ્યા. વળી કઈ વાર મંત્રીએ કહ્યું કે કાગડે કે ઊંટ? સોમેશ્વરે પદ્ય
પૂર્ણ કર્યું કે જેણે મારા પતિને આવતો મને જણાવ્યું (એ કાગડો) ૩૦ અને જે એને લાવ્યો એ( ઊંટ એ) બેમાં સખિ ! કોણ પહેલે પૂજ્ય
છે? કાગડે કે ટ? અહીં પણ ૧૬૦૦૦ કમે બક્ષીસ (અપાયાં. એ પ્રમાણે તેની લીલા હતી.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org