________________
પ્રથs ] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૦૭ નગરમાં અમે “વીરનારાયણ” નામને મહેલ કરાવ્યો છે. તેની પ્રશસ્તિનાં ૧૦૮ કાવ્ય સંમેશ્વરદેવ પાસે કરાવ્યાં છે તે તમે સાંભળે, જેથી શુદ્ધપણને વિષે જ્ઞાનીઓને () નિશ્ચય થાય, કેમકે મહાલક્ષ્મીની દષ્ટિ સમક્ષ નાણાની પરીક્ષા થાય. હરિહરે કહ્યું કે તે (કાવ્યો) કહે. સોમેશ્વરે તે કહ્યાં. તે સાંભળીને હરિહરે કહ્યું કે હે દેવ ! (કાવ્યો) સારાં છે તેમજ ૫ એ અમારાં પરિચિત છે, કેમકે “માલ” (દેશમાં)ની “ઉજજયંતી માં ગયેલા એવા અમે “સરસ્વતીકંઠાભરણ” (નામના) પ્રાસાદના ગર્ભગ્રહ (ગભારા)માં પદિક ઉપર શ્રીજદેવના વર્ણનરૂપ આ કાવ્યો જેમાં છે. જે (આપને ) વિશ્વાસ ન આવતો હોય એ પરિપાટીપૂર્વક (હું કહું) તે આપ સાંભળે. એમ કહીને ક્રમપૂર્વક અખલિત (રીતે) એ ૧૦ (એ કાવ્ય) બોલી ગયે. રાણાને (આથી) ખેદ થયો. પરંતુ) લુચ્ચાઓ રાજી થયા. શ્રીવાસ્તુપાલ પ્રમુખ સજ્જનોને દુઃખ થયું. સભા ઊઠી - બરખાસ્ત થઈ. હણાયો હોય, મરાયો હોય, તંભિત થયો હોય, જડ થઈ ગયું હોય એ સેમેશ્વર થઈ ગયો. તે પિતાને ઘેર ગયો. ઘરમાં પણ શરમના માર્યા એણે કાઈને મેં ન બતાવ્યું. તે રાજસભાદિમાં ૧૫ જવાની વાત (જ) શી?
ત્યાર પછી સેમેધર શ્રીવાસ્તુપાલને ઘેર જઈ બે કે હે પ્રધાન! એ કાવ્યો મારાં જ છે; અન્યથા નથી. તમે મારી શક્તિ જાણે છે. હરિહરે તે મારી આ પ્રમાણે વગોવણી કરી. હું (વે) શું કરું ? મન્ત્રીએ કહ્યું કે તમે એને જ શરણે જાઓ; કેમકે પિતાનાથી ૨૦ અધિક (પરાક્રમી) વડે જીતાયેલે (માણસ) પરદેશ જાય છે અથવા તેને શરણે થવું એ કુશળ (જન)ને ન્યાય છે. પંડિતે કહ્યું કે તે મને ત્યાં એની પાસે) લઈ જાઓ. મંત્રીએ તેમ કર્યું. પંડિત સોમેશ્વરને બહાર બેસાડી મંત્રી પિતે હરિહર પાસે ગયો અને કહ્યું કે પંડિત સોમેશ્વરદેવ તારી પાસે આવે છે અને વિનતિ કરવા ઇચ્છે છે. ૨૫ હરિહર હસ્યો અને તેણે તેને પોતાની પાસે બોલાવ્યો. ઊભા થઈ આલિંગન દઈ, મેટું આસન આપી (ઇત્યાદિ પ્રકારે) તેણે તેને સત્કાર કર્યો. સોમેશ્વરે કહ્યું કે હે પંડિત ! પારકાના કાવ્ય ચોરવાના કલંકરૂપ કાદવમાંથી તું મને બહાર કાઢ; કેમકે મહાબુદ્ધિશાળીઓ પિતાને ઘેર આવેલા શત્રુનું પણ ગૌરવ કરે છે. પિતાના ઘરમાં આવેલા મત્સ્યને ૩૦ બૃહસ્પતિએ કવિની ઉચ્ચ (પદવી) આપી. પ્રસન્ન થયેલા હરિહરે કહ્યું કે તમે ચિન્તા ન કરે. ફરીથી તમને હું (પહેલાના જેવા) ગૌરવવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org