________________
૫
૧૬૮
શ્રીરાજશેખરસૂરિકૃત [રાશાવાસંતાઇને રહ્યાં. બીજા તિષ જોતા. અન્ય સંઘના પ્રસ્થાનનું મુહૂર્ત આપનારાઓને નિંદતા. એ પ્રમાણે વિષમ (સ્થિતિ) વર્તતાં સંઘપતિ રત્ન ભટ્ટોને કહ્યું કે તે ભયંકર પુરુષ પાસે જઈને પૂછે કે તું કેવી રીતે પ્રસન્ન થશે જેથી તે કરી અમે આગળ જઈએ. ભક્કો ગયા. તેની આગળ તેમણે રત્નનું વચન કહ્યું. તેણે કહ્યું કે હું આ ગિરિની ભૂમિને અધિષ્ઠાયક છું. સંઘના એક પ્રધાન પુરુષને હું ખાઉં તે સંતોષ પામું. (ત્યાર બાદ) બીજાઓને ઉપદ્રવ કરૂં નહિ. (આ) પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન (પણ) કરું નહિ. તે ઉપરથી ભટ્ટોએ યથાર્થ રીતે નિર્ણય કરી તે વાત રત્નને કહી. એકત્ર
બેસાડેલા સર્વ લેક તે પ્રમાણે તૈયાર થયેલા જ હતા તેમને રને કહ્યું ૧૦ કે મારું મોટું પુણ્ય છે જેથી એ કાઈક ભયંકર પુરુષ એક જ મનુષ્યને
ખાવાની ઈચ્છા રાખે છે. તેના ભક્ષણથી તૃપ્ત થતાં તે બીજાને ખાશે નહિ. તેથી તમે જઇને નેમિને વંદન કર. મારે એને મારો દેહ આપ. અહે લાભને ઉદય ! આટલા વખત સુધી વિવિધ પ્રયત્ન વડે પાળેલ દેહ સંઘ માટે ઉપકારી થશે. એમ કહીને સંઘપતિ મૌન રહ્યો. તે વખતે રાજપુત્ર બોલ્યા કે હે નરરત્ન રત્ન! તું ચિરકાળ છવ. અમારામાંના એકથી તે ધરાશે. અમે ખરેખર સેવકે છીએ. વળી સેવકોને એ ધર્મ છે જે મરીને પણ સ્વામીને ઉદ્ધાર કરવ; નહિ તે ધર્મ, કીર્તિ અને વૃત્તિને નાશ થાય. જેમને સ્વામી ગાંયા જાય.સંઘમાંના મુખ્ય સાધામિકેએ કહ્યું કે હે રત્ન! તું લાંબે વખત જીવ તું યુવાન છે, રાજાને પૂજ્ય છે અને દશ કરોડ મનુષ્યને પાળનારો છે. અમે નાશવંત દેહના વ્યય દ્વારા સ્થિર (શાશ્વત) ધમે ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ, (કહ્યું પણ છે કે, જે આ શરીરની રક્ષા કરાય છે તે કથળી જાય છે. જે બળાય તે તે ભસ્મરૂપ બને છે. એ દુષ્ટ દેહ પાસે જે (કામ)
લેવાય તે સારૂં. મદનપૂર્ણ અને પૂર્ણસિંહ એ બે ભાઈઓએ કહ્યું કે ૨૫
અમારા બેના તમે મોટા ભાઈ છો. સૌથી મોટા ભાઈ તે પિતા જેવા છે અને નાના ભાઈ એ પિતાને અધીન પુત્ર સમાન છે. શું રામ આગળ લક્ષ્મણે યુદ્ધ કરી પ્રાણને તૃણ જેવા બનાવ્યા ન હતા ? હે દેવ ! વદનથી કે કેમળ વચનથી સ્નેહ જણાતું નથી, પરંતુ કદાચિત કાર્યમાં સત્વર પ્રાણ આપવાથી જણાય છે. પઉમિણિ બોલી કે કુલીન કાંતાના પ્રાણ પતિને અધીન છે. પતિ લેકાંતરમાં જતાં તે જીવતી પણ મુએલી છે, કેમકે તેને અલંકાર વગેરેને અભાવ છે. જેમકે ચંદ્રપ્રભા ચંદ્રની સાથે જાય છે. વીજળી મેઘની સાથે વિલય પામે છે. અમદા પતિને માર્ગે જનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org