________________
૧૦૨
રાજશેખરસૂરિકૃત [૨૨ શીર્ષકપ્રાયઃ સુમનને પણ ગુણયોગની વિમુખતા રહે છે. વાસ્તે તમે લુચ્ચા છે. જાઓ પ્રત્યેક જણ પિતપિતાને ઘેર (બેલાવી) આ મહાત્માને સત્કાર કરે. ત્યારે શ્રી હર્ષે કહ્યું કે જેમાં યુવાનોના અંતઃકરણને કાઈ અત્યંત રમણીય રમણી હરી લે છે તેમ તે કુમારોના અંતઃકરણને (પણ) હરે છે. મારી ઉક્તિ જે અમૃતરૂ૫ હેઈ સુબુદ્ધિશાળીના ચિત્તને મદમસ્ત કરે તે અરસિક પુરુષને આરાધવાના રસને લઈને (!) એને શું નામ અપાય ? આ (ઉપરથી) પંડિત શરમાઈ ગયા. બધાએ એને પોતાને) ઘેર લઈ જઈ સત્કાર કરી, (ઍને) અનુનય કર્યો. રાજાએ સત્કાર્યના જાણકારો સાથે શ્રીહર્ષને “કાસી મોકલ્યો. તે (જઈને) જયન્તચન્દ્રને મળે. બધું કહેવાયું. ( આથી ) તે ખુશી થયો. લેકમાં નૈષધને પ્રસાર થયે.
એવામાં જયન્તચન્દ્રને પાકર નામના પ્રધાન શ્રી અણહિલપત્તને” ગયો. ત્યાં સરોવરને કાંઠે બેબી વડે ધોવાયેલી સાડી ઉપર,
કેતકી ઉપર બેસે તેમ ભમરાના સમૂહને બેઠેલું જે વિસ્મય પામી તેણે ૧૫ બેબીને પૂછયું કે જે યુવતિની આ સાડી છે તે (સ્ત્રી) મને બતાવ.
એ પ્રધાનના ચિત્તે તે પદ્મિની હોવાને નિર્ણય કર્યો હતે. બેબી સાંજે નીકળી તેને તેને ઘેર લઈ ગયો. અને તે (સાડી) આપી તેની સ્વામિની અને શાલાપતિની પત્ની નામે સૂણવદેવી જે વિધવા યૌવનવતી
અને સુંદર રૂપવાળી હતી તેને બતાવી. શ્રી કુમારપાલ રાજા પાસે તેને ૨૦ ઉપરોધ કરાવી તેને ઘેરથી લઈ સેમિનાથની યાત્રા કરી તે “કાસી’
ગયે. તે પદ્મિનીને તેણે જાતચન્દ્રની ભગિની બનાવી. સૂહુવદેવી એવી (તેની) ખ્યાતિ થઈ. તે અભિમાની વિદુષી હોઈ તે પિતાને લેકમાં “કલાભારતી’ એમ ઓળખાવતી. શ્રીહર્ષ નરભારતી' કહેવાતે હતો. તે એ મત્સરવાળી (સ્ત્રી) સહન ન કરી શકી.
એક દહાડે તેણે સત્કારપૂર્વક શ્રીહર્ષને બેલા અને પૂછયું કે તમે કેણ છે ? શ્રીહવે કહ્યું કે હું કલાસર્વજ્ઞ છું. રાણીએ કહ્યું કે તે મને પગરખાં પહેરાવો. એનો શો આશય ? જે આ બ્રાહ્મણ હોવાથી એમ કહે કે હું જાણતો નથી તે અ ઠરે. શ્રીહર્ષ (એ વાત) કબૂલ
૧ સુમન એટલે પુખ અને ગુણ એટલે દરેક પુરુષને દેરામાં પરવાનું ૩૦ ગમતું નથી તેમ સુમન એટલે ઉત્તમ મનવાળા સજજન તેમને ગુણોગ
એટલે ગુણી સાથે સંબંધ કરવા ઉપર વિમુખતા હોય છે–અરુચિ હોય છે.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org