________________
( ૮ ) શાતા–નાન, દર્શન અને ચારીત્ર એ ત્રણ વ્યવહારનયથી છે. કારણકે આત્મ દ્રવ્ય એક રૂપ છે અને જ્ઞાન, દર્શન અને ચરિત્ર એ ત્રણ ભેદભાવના પરિણામ છે. એ ઉપરથી એકમાં ત્રણ ભેદ થયા; તેથી એ વ્યવહારથી સમલરૂપ થઈ ગયું.
પ્રવાસી એ વાત તે સમજવામાં આવી, હવે તેમાં નિશ્ચય નય ઉતારી સમજાવે
સાતા–ભદ્ર, આત્માને વિશે અનેક શક્તિ તથા અનેક પર્યાય દેખાય છે, પણ તે ખરી રીતે નથી. તે તે વ્યવહારનયની અપેક્ષાએ દેખાય છે. અને જે વ્યવહારનયની અપેક્ષાએ દેખાય તે સમળ કહેવાય છે, તેને જ્યારે નિશ્ચયનયની અપેક્ષાએ વિચારીએ, ત્યારે તે શુદ્ધ, નિરંજન અને એકજ જાણવામાં આવે છે.
પ્રવાસી-માહાનુભાવ, ઘણે સારે ખુલાસે કર્યો, હવે કૃપા કરી શુદ્ધ અનુભવ વિષે કહી વિવેચન કરે તે મારા મનને અતિ આનંદ થાય, અને આ તત્વભૂમિને પ્રવાસ સફળ થાય,
જ્ઞાતા-ભદ્ર, તારી તાત્વિક પ્રીતિ જોઈ મને અતિશય આનંદ થાય છે. શુદ્ધ સ્વરૂપને માટે એક નીચેને ભાષા દેહે પ્રખ્યાત છે, તેને તું હમેશાં મનન કરી બુદ્ધિમાં સ્થાપિત કરી રાખજે –
" एक देखिये आनिये, रमिरहिये एक गैर; समळ विमळ न विचारिये, यहे सिद्धि नहि और. " ?
ભદ્ર, તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે
“ જે એક શુદ્ધ ચેતનામય રૂપજ દેખવું, તે દર્શન, તેવી રીતે જાણવું, તે જ્ઞાન અને તેમાં જે રમી રહેવું, તે ચારિત્ર, તે નયની અપેક્ષાએ સમળ કે વિમળ રૂ૫ વિચારવું નહીં. એજ સિદ્ધ કહેવાય છે, તે સિવાય બીજા સ્વરૂપમાં સિદ્ધ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com