________________
અને પુણ્યના ઉદયથી શાતા થાય છે, તેને સ્વાદ મિષ્ટ છે. એટલે પાપ અને પુણ્ય એ બન્નેમાં રસભેદ પણ રહેલો છે.
પાપકર્મ કલેશરૂપ તથા તીવ્રષાયરૂપ છે અને પુણ્ય કર્મ શુદ્ધરૂપ અને મંદવાયરૂપ છે–એથી તે બન્નેને સ્વભાવ પણ જુદા જુદે થયે.
પાપકર્મથી નરક અને તિર્યંચની ગતિ થાય છે અને પુણ્યકર્મથી મનુષ્યગતિ અને દેવગતિ પ્રાપ્ત થાય છે. એ રીતે પાપ તથા પુણ્યના ફળમાં પણ ભેદ છે. આ પ્રમાણે કારણ, રસ, સ્વભાવ અને ફળમાં ભેટવાળા–એ પાપ પુણ્યની સમાનતા શી રીતે ઘટે?
જ્ઞાનચંદ્ર-મિત્ર પ્રવાસી, સાંભળ
પાપ અને પુણ્ય–અને બંધ થાય છે. તે જ્યાં બંધ હોય ત્યાં મુક્તિ હોય જ નહીં. એટલે તે બને સમાન થયા. પાપ કટુ રસમાં છે અને પુણ્ય મધુર રસમાં છે–એ બન્ને રસ કાંઈ પાપ પુણ્યનાં નથી પણ પુગળના છે, એટલે તે બન્ને સરખા થયા. વળી અંકલેશ પરિણામને લીધે પાપ છે અને વિશુદ્ધ સ્વભાવથી પુણ્ય છે, એટલે તે બનેની સમાનતા થઈ પાપનું ફળ નઠારી ગતિ અને પુણ્યનું ફળ સારી ગતિ–એ ભેદને લઈને જ આ જગતના જાળની વિશેષતા છે, એથી પણ તેમની સમાનતા છે. હે ભદ્ર, જે પાપ પુષ્યના કારણ, રસ, સ્વભાવ અને ફળમાં ભેદ લાગે છે, તે મિથ્યામતિમાં લાગે છે. જ્યારે તેને જ્ઞાનદષ્ટિથી જોઈએ ત્યારે તે દ્વિતભાવ-ભેદ દેખાશે નહીં. કારણકે, એ બન્નેને વિષે આત્માનું અવલેકિન નથી, તેથી તે બન્ને અધરૃપ જેવા છે. વળી તે બન્ને કર્મ હવાથી બંધરૂપ છે. મોક્ષમાર્ગમાં તેમને વિનાશ છે અને જ્યારે તેમને અભાવ જોવામાં આવે ત્યારે તે બન્નેની ઉપર સમાન ભાવ લાગશે. તેને માટે એક વિદ્વાન જ્ઞાની કવિ નીચેની કવિતા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com