________________
ડી માના પ્રાણ
( ૨૮૮ ) શકીશ. જ્યારે તે જાણશ એટલે ગુણના પર્યાય તારી જ્ઞાનદષ્ટિ આગળ દશ્યમાન થશે અને સહજરૂપના જ્ઞાનથી ક્ષણે ક્ષણે તને સ્યાદ્વાદનું અધિક સાધન પ્રાપ્ત થશે. એટલે તું કેવળી ભગવંતે કહેલા માર્ગની સન્મુખ થઇશ, જ્યારે એ પવિત્ર માર્ગમાં તારા ચરણને–પક્ષે–ચારિત્રને તું સ્થિર કરીને રાખીશ એટલે તું પ્રવીણ થઈ મેહરૂપ મળને ક્ષય કરી પરમપદમાં અવિચળ થઈશ. ”
આવા અદશ્ય શબ્દો સાંભળી જેના હૃદયમાં જાતિજ્ઞાનને પ્રકાશ પડેલે છે એવા પ્રવાસી વિચાર કરવા લા –“અહા! મને મારા હૃદયમાં જુદોજ આભાસ થાય છે. જેમ ચક્રવાક પક્ષી રાત્રિને વિષે ફરતો ફરતો રહે છે અને જ્યારે સૂર્યોદય થાય, ત્યારે તેના કરવાને અંત આવે છે, તેવી રીતે આ સંસારમાં ફરતે ફરતે હું તત્વભૂમિમાં આવ્યો અને ત્યાંથી પણ ફરતે ફરતે સન્માર્ગ થઈ શિવમાર્ગની નજીક આવ્યો છું. હવે મારા હૃદયમાં સમ્યકત્વની ખુરણ થઈ છે. મિથ્યાત્વને નાશ કરી પગ દ્વેષાદિકથી રહિત એવી મનની શુદ્ધ ભૂમિ મેં સાધી લીધી છે. અને આ પ્રવાસમાં શુભ ધ્યાન ધરી મારી પિતાની અવસ્થા મેક્ષપદના કારણરૂપ કરી દીધી છે. હવે હું સમ્યગદષ્ટિને શુદ્ધ અનુભવને અભ્યાસી થયે છું. અને કર્મવેગને ગુમાવી અવિનાશી થ છું. એટલે જન્મમરણ મારાથી દૂર થઈ ગયેલ છે. મને આ વખતે ખાત્રી થાય છે કે, સમ્યગદષ્ટિ પ્રાપ્ત થયા વિના મિધ્યાત્વી પિતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. તે આ જગતની જાળમાં અનંત કાળ સુધી લે છે–એજ ભાવાર્થની કવિતાનું અંતિમ વાકય જિન કવિઓ નીચે પ્રમાણે ગાયા કરે છે –
मिथ्या मति आपनो सरूप न पिगने तामें, मोले जगजालमें अनंतकाळ नरिके." ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com