________________
( ૨૯૮
)
આ પ્રવાસી–અહા! સગી ગુણ સ્થાનને મહિમા આ કવિતામાં દર્શાવે છે. આ સ્થાનમાં આત્મગુણને ઘાત કરનારા એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયએ ઘાતી કર્મની ચેકડી જે ઘણું દુખદાયક છે, તે તદ્દન નાશ પામી જાય છે. અને આત્માના ગુણનો ઘાત નહીં કરનારા એવા વેદનીય, આયુ, નામ અને ત્ર–એ ચાર અઘાતી કર્મની ચેકડી દુગ્ધ થયેલી દોરીની જેમ અસાર થઈને રહે છે. દર્શનાવરણીય કર્મને ક્ષય થવાથી જ્યાં અનંત કેવળ દર્શન પ્રગટ થાય છે, જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અંતરાય કર્મ ક્ષય થવાથી જ્યાં અનંતવીય પ્રગટ થાય છે અને મોહનીય કર્મ ક્ષય થવાથી જ્યાં અનંત સુખ સત્તામય અને સમાધિ પ્રગટ થાય છે. અને જેમાં આયુકમ, નામકર્મ, ગોત્રકર્મ, અને વેદનીયકર્મ–એ ચાર કર્મની પંચાશી પ્રકૃતિ રહી જાય છે તેમ વળી તેમાં કેઈના આહારક અંગેપાગ, આહારક સંધાતન, આહારક બંધન તથા જિનનામ શિવાય એંશી પ્રકૃતિ રહેલી છે અને કેઈને જિનનામ સહિત છે, તેથી એકાશી પણ રહેલી છે. તેમ કેઈને આહારક ચતુષ્ક છે અને જિનનામ નથી, માટે ચારાશી રહેલી છે. તેમ વળી કેઇને જિન નામ સહિત પંચાશી પ્રકૃતિ પ્રમાણ છે, એવી દશાને ધારણ કરનાર આત્મા તે જિન, કેવળી ભગવાનું કહેવાય છે. અને તે અવસ્થા તેજ આ સાગિ ગુણ સ્થાનક છે.
આ પ્રમાણે વિચાર કરતાં પ્રવાસીઓ આકાશ તરફ જોયું, ત્યાં શ્યામરંગના મલકાવાળે એક બેરખો તેના જેવામાં આવ્યો. તે ક્ષણવાર દશ્યમાન થઈને પાછો તે પ્રવાસીની દષ્ટિએજ વીખરાઈ ગયે. તે પ્રવાસી આશ્ચર્ય પામે પણ તેના સ્વરૂપની સ્થિતિ તેના જાણવામાં આવી ગઈ. તરતજ તે વખતે અદશ્યધ્વનિથી નીચેની કવિતા પ્રકાશિત થઈ. જેને પ્રતિધ્વનિ ચારે તરફ પ્રસરી ગય:
कुंडलिया. "दूषन अदारह रहित, सो केवलि संयोग; जनम मरनं जाके नहि, नहि निद्रा नयरोग,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com