________________
( ૨૯૭ ) તે ભાસતા નથી. અને યથાખ્યાત ચારિત્રને પ્રકાશ થઈ જેવું આત્માનું નિ:સંગ સહજરૂપ છે, તેવું તે પ્રગટે છે.
જે ઉપશમ શ્રેણપર ચડીને અને જે ગુણસ્થાનકે સ્પર્શીને જીવ ત્યાંથી અવશ્ય પડે અને જે ગુણ પ્રગટે તે સર્વ રદ કરે એ અગીયારમા ગુણસ્થાનની દશા થઇ એટલે તે ઉપશાંત મેહમાં આવ્યું; ત્યાં ઉમશમની મર્યાદા આવી રહી.
આ પ્રમાણે ભાવના ભાવતે પ્રવાસી ઉપર ચડે, ત્યાં બીજી કવિતા પ્રગટ થઈ.
चोपा.
"केवलज्ञान निकट ज्यां आवे, तहां जीव सब मोह खिपाव प्रगटे यथाख्यात परधाना, सो घादशम बीन गुनयाना."॥१॥
પ્રવાસી–આ તે બારમું ક્ષીણ મેહ ગુણસ્થાનક અહીં આવેલા જીવને કેવળ જ્ઞાન નિકટ આવે છે. આ વખતે જીવ એહનીય કર્મ ખપાવી બીજા સર્વ ઘાતી કર્મને ખપાવે છે. તેમજ આ સ્થાનકે જીવને ઉત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. એ સ્થાનની ભાવના ભાવતે પ્રવાસી આગળ પ્રવર્યો, ત્યાં નીચેની કવિતા સાંભળવામાં આવી.
" जाकी सुःख दाता घाती चोकरी विनसगई, चोकरी अघाती जरी जेवररी समान है। प्रगटनयो अनंत दर्शन अनंत ज्ञान, वीरज अनंत सुखसत्ता समाधान है; जामें आम नाम गोत वेदनी प्रकृति ऐसी, एक्यासी, चोराशी वा पंचाशी परवान है; सोहे जिन केवली जगतवासी जनवान, ताकी जो अवस्था सो सजोगी गुनथान है.॥१॥
T
-૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com