Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 295
________________ જ્ઞાનવિલાસ–ભાભા, હવે તમારે કાંઇ મૂળાજ નથી તમે અલ્પ સમયમાં સર્વજ્ઞ થવાના છે. તે છતાં તાળી પૂછવાનું હેય તે પૂછો. ભાવથી તે તમારે કઇ પૂછવાનું છેજ નહીં, પ્રવાસી-મારે કાંઈ બીજું પૂછવાનું નથી. એટલું જ પૂ. વાનું છે કે, થોડા વખત પહેલા જે અદશ્યધ્વનિ થયા હતા, તે ક્યાંથી થયા હતા? જ્ઞાનવિલાસ–એ ધ્વનિ તમારા કઈ પૂર્વોપકારી મિત્રના મુખના હતા. એ દેવ રૂપે છે અને તમારા આત્માના ઉદ્ધાર માટે આ બધી પ્રવાસની રચના તેણેજ કરી છે. પ્રવાસી_મહાનુભાવ, હવે હું સમજી ગયા. એ મારા ઉ. પકારી દેવ મિત્રે મારે માટે બહુ કર્યું છે. તે મહાપારી મહાપુરૂષે કઈ લબ્ધિવાળા જ્ઞાનીની સહાયથી મને મારા પ્રવાસમાં પ્રત્યક્ષપણે તત્ત્વ દર્શન કરાવ્યું અને છેવટે આ ભયંકર ભવાટવી. માંથી મારા આત્માને ઉદ્ધાર કર્યો. ધન્ય છે એવા મહાપકારી મહાન નરને! .. - જ્ઞાનવિલાસ–સન્મિત્રનું એ લક્ષણ છે. ધામ્રિક શિરોમણી સન્મિત્ર એક ગુરૂનું કામ બજાવે છે. પોતે તરી બીજાને તારે છે અને પોતે જાણી બીજાને જણાવે છે. પ્રવાસી એ યથાર્થ વચન છે. હવે આપને બીજું એક પૂછવાનું છે કે જેની છાયા નીચે આપ ઉભા છે, એ આક્ષ આવું જતિ સ્વરૂપ કેમ દેખાય છે? - જ્ઞાનવિલાસ–ભદ્રાત્મા, એને ઉત્તર એ જ આપશે. એ જડ છતાં ચૈતન્યમય છે અને તેની અંદર કેઈ દિવ્ય આત્મા રહેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302