________________
( ૧૨ ) - જે જીવને ભેદ જ્ઞાન રૂપ સંવરની પ્રાપ્તિ છે, તેજ ચેતન-જીવ શિવરૂપ કહેવાય છે, અને જેના હદયમાં ભેદાન નથી તે મૂર્ખ ઘંટ પિંડને વિષે બંધાએલે રહે છે ? - મહાનુભાવ, મને પૂર્ણ રીતે ખાત્રી થઈ છે કે, આપના વિના પ્રાણીને કલ્યાણને બીજો માર્ગ નથી. આપ પોતે નિર્દોષ સંવરનું મૂળ કારણ છો, તે સંવર નિર્જરાનું કારણ છે, અને નિર્જરા મેક્ષનું કારણ છે. એવી રીતે પર પરાથી આપ પોતે જ મોક્ષનું કારણ છે.
પ્રવાસીનાં આ વચને સાંભળી ભેદાને હસીને કહ્યું, પ્રિય પ્રવાસી, તું કહે છે, તે યથાર્થ છે, પણ તારા જાણવામાં એક બીજી વાત છે કે નહીં?
પ્રવાસી–તેવી શી વાત છે?
ભેદજ્ઞાન–ઈ એ પણ પ્રસંગ છે કે જેમાં પછીથી મારી જરૂર રહેતી નથી?
પ્રવાસી–મહાનુભાવ, એ વાત હું જાણતા નથી. આપના વિના કલ્યાણને લાભ ક્યાંથી હેય? એ વાત તે અસંભવિત છે.
મેદાન–મિત્ર, જ્યાં સુધી એ વાત તારા જાણવામાં નથી આવી ત્યાં સુધી તારી બુદ્ધિ ઉપર હજુ જરા પ્રકાશ ઓછો પડે છે. તથાપિ તારા જેવા અધિકારીને વિશેષ કહેવાની જરૂર નથી. તું દીર્ધવિચાર કરીએ, એટલે એ ગુહ્ય વાર્તાનું રહસ્ય તારી મવૃત્તિમાં સ્વત: સ્કુરણયમાન થઈ આવશે.
ભેદજ્ઞાનનાં આવાં વચને સાંભળી જેને પ્રવાસી વિચારમાં પડશે, ક્ષણવાર વિચાર કર્યો, ત્યાં તેની નિર્મળ મનોવૃત્તિ ઉપર તે વાર્તા સ્કરી આવી એટલે તે ઉચે સ્વરે બે – મહાનુભાવ, આપને ઉદેશ મારા સમજવામાં આવ્યો છે. અને તે કવિતા રૂપે સ્કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com