________________
( ર૩ર ) પ્રવાસી મહાનુભાવ, એવા મૂઠ લેકેની સ્થિતિનું સ્વરૂપ જાણું મારા હૃદયમાં અત્યંત ખેદ થાય છે. હવે જ્ઞાની અવસ્થાનું સ્વરૂપ સંભળાવી મારા બેદિત મનને આનંદ આપવા કૃપા કરે.
જ્ઞાનવિલાસે ઉમંગથી જણાવ્યું, ભદ્ર, એ ખરી વાત છે, મૂઢ મતિ અજ્ઞાની લેકેનું સ્વરૂપ સાંભળવાથી મન ખિન્ન થાય છે અને હૃદયને અંતરાનંદ નષ્ટ થઈ જાય છે. તેથી હવે હું તને જ્ઞાની જીવની અવસ્થા કહું, તે એક ચિત્તે સાંભળજે -
સવૈયા. " जिन्हके धरम ध्यान पावक प्रगट जयो,
संसे मोह विभ्रम विरख तीन्यो वढे है। जिन्हकी चितौनि आगे उदे स्वान नूसि नागे, जागे न करम रज झान गज चढे है। जिन्हकी समुझिकी तरंग अंग अगममें,
आगममें निपुन अध्यातममें कढे है। तेई परमारयी पुनित नर आगेंजाम,
राम रस माढ करे यह पार पढे है. ॥१॥ જેના હૃદયમાં ધર્મધ્યાનરૂપ અગ્નિ પ્રગટ થયો છે, તેથી તેના સંશય, મેહ અને વિશ્વમ–એ ત્રણે વૃક્ષે દગ્ધ થઈ ગયા છે. જેની જ્ઞાનદષ્ટિની આગળ કર્મને ઉદયરૂપ કૂતરે ભસી ભસીને ભાગી જાય છે. જે જ્ઞાન રૂપી ગજરાજ ઉપર ચઢીને રહે છે, તેથી જેને કર્મરૂપી રજ લાગતી નથી. જેના અંગમાં જ્ઞાનના તરો ઉઠી રહ્યા છે એવા જન આગમમાં જે નિપુણ થયેલ છે અને જે અધ્યાત્મજ્ઞાનમાં પૂર્ણ થએલ છે, તે ખરેખર સમ્યગદષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com