________________
( ૨૪૯ )
છે. વ્યવહારથી ઉત્પત્તિ છે અને નિશ્ચયથી ઉત્પત્તિ નથી. વ્યવહારથી મરે છે અને નિશ્ચયથી અમર છે. વ્યવહારથી ખેલે છે તથા વિચારે છે અને નિશ્ચયથી ખાલે નહીં તથા વિચારે નહીં. નિશ્ચયથી દ્વેષનુ સ્થાન છે અને વ્યવહારથી ભેષના ધરનાર છે. આવે ચેતનાવાન્ ધર પુગલિક અચેતનની સંગતથી ઉલટપાલઢ થઈ રહ્યા છે. જાણે તે નાની ખાજીના ખેલ કરતા હાય, તેમ આ ખલકમાં ખેલ્યા કરે છે. ભદ્ર, વળી આ પ્રસંગે એક વાત મારા હૃદયમાં સ્ફુરે છે કે, પુદ્ગલ દ્રવ્યરૂપ કર્મોના કત્તા અલક્ષ પુરૂષ આત્મા છે, એ વ્યવહારથી કહેવાય છે અને નિશ્ચયથી તા જેવું જે દ્રવ્ય હાય, તેવુ તેનુ ભાવસ્વરૂપ હાય, તેથી પુદ્દગલ દ્રવ્યની ક્રિયા પુદ્ગળ વડેજ અને છે. તે છતાં જે વિપરીત ભાવ બુદ્ધિમાં ભાસે છે, તે વ્યવહારથી છે,
ભદ્ર, તેને માટે આપણા આત વિદ્વાનો ધણી સારી રીતે સમજાવે છે. આ જગતમાં જે ઘટપટ પ્રમુખ હોયપદાર્થ છે, તેના જે આકાર છે, તે રૂપે આત્માનું જ્ઞાન પરિણમે છે, જો કે એ વાત પ્રમાણ ભૃત છે, તથાપિ જે જ્ઞાન છે તે જ્ઞાનરૂપ કહેવાય, રોયરૂપ ન કહેવાય. અને જે શેયપદાર્થ છે, તે જ્ઞાનમાં પરિણમ્યા છે, તાપણ રોયરૂપજ કહેવાય છે. જ્ઞાનરૂપ ન કંહેવાય, એવી અનાદિ કાળની મર્યાદા છે. વળી બીજી એવી પણ મર્યાદા છે કે, કોઇ થસ્તુ બીજી વસ્તુના સ્વભાવને ગ્રહણ કરે નહીં, તેમ જૂદા જૂદા સ્વભાવ પણ ધારણ કરે નહીં. આ જગના સર્વ ભાવ અસહાયપણે વત્ત છે. કાઇ કાના સહાયકારી નથી. એટલે એક વસ્તુ
શ્રીજી વિલક્ષણ વસ્તુ સાથે મળતી નથી. આ જગતમાં જેટલી વસ્તુ છે, તેટલી વસ્તુને જીવ જાણી શકે છે—એટલે સર્વ જ્ઞેય વસ્તુ જીવના જ્ઞાનમાં પરિણમે છે, તથાપિ જીવ સર્વ વસ્તુથી જૂદા
'T ૩૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com