________________
( ૨૫૧ )
સ્થ થઇ ગઇ. પછી પ્રવાસીએ દ્વારપાળને કહ્યું કે, એ કવિતાની વ્યાખ્યા કરો. તે મને અતિશય આનંદ થશે. દ્વારપાલે નમ્ર તાથી કહ્યું, મહાશય, એ વ્યાખ્યા તા તમારા મુખથી થવી જોઇએ. કારણ કે, એ વ્યાખ્યા મારાથી કહી શકાય નહીં. એ અમારી મર્યાદા છે.
પ્રવાસીએ—ક્ષણવાર વિચારીને કહ્યું, ત્યારે સાંભળેા, મહાનુભાવ જ્ઞાનિવલાસની કૃપાથી મારા હૃદયમાં એની વ્યાખ્યા સ્ફુરી આવી છે.
જ્યાં સુધી આ જીવ મિથ્યાત્વના માર્ગમાં ઢાડે છે, ત્યાંસુધી તેનામાં રાગ દ્વેષના ઉય છે. અને તેથી તે સત્ય માને પામતા નથી. જ્યારે તેનામાં શુદ્ધ ચેતનવસ્તુનું સ્વરૂપ જાગ્રત થાય છે, ત્યારે તેને કર્મની દશા પરરૂપે જણાય છે અને આત્મા તેનાથી જુદા જણાય છે. જ્યાં ચેતનનો અનુભવ થાય ત્યાં તેને સત્યાર્થ પણે જાણવું હાવાથી ફની વિલક્ષણતા દેખાઇ આવે છે. એટલે પછી મેાહરૂપ મિથ્યાત્વ પ્રવેશ કરી શકતું નથી, અને જ્યારે માહુના અભાવ થાય એટલે મુખ સમાધિમાં કેવળજ્ઞાન પ્રગટે છે અને જીવ સિદ્ધ થાય છે, જે ીવાર આ જગમાં આવતા નથી.”
પ્રવાસીના મુખથી આ વ્યાખ્યા સાંભળી દ્વારપાળ ખુશી ખુશી થઇ ગયા અને તેણે પ્રવાસીના ચરણમાં દંડવત્ પ્રણામ કર્યા. પછી તેણે પાતાની છડીથી મુક્તિમંડપનુ દ્વાર ઉઘાડી તેમાં પ્રવાસીને પ્રવેશ કરાવ્યેા.
ઉપરની કવિતાના પાને પાન કરતા પ્રવાસી તે મંડપમાં આગળ ચાલ્યા, ત્યાં એક બીજો દિવ્ય પુરૂષ તેની આગળ આવી ઉભો રહ્યો. તેને જોઇ પ્રવાસી સાન'દાશ્ચર્ય થઇ ગયા. પ્રવાસીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com