________________
( ૨૬૫ ) कवित्तकी कलामें प्रवीन सो कहावे कवि, वात कहिजाने सो पवार गिर कहिये; एतो सब विषेके निखारी माया धारी जीव,
इन्हको विलोकीकें दयालरूप रहिये." ॥१॥ પ્રવાસી–વાહ, આ કવિતા ખરેખરી બેધક છે. હવે કૃપા કરી વ્યાખ્યા કહી સંભળાવે.
વિશુદ્ધિ–ભદ્ર આ કવિતા તે સુગમ છે. તે છતાં વ્યાખ્યા સાંભળવાની કેમ ઈચ્છા કરે છે?
પ્રવાસી–આપવિશુદ્ધિની શુદ્ધ વાણી સાંભળવાને કેણ ઈરછા ન કરે?
વિશુદ્ધિ ત્યારે સાંભળે–
“ભેખ ધરીને લેકેને ઠગે તે ધર્મઠગ કહેવાય છે. જે ગુફતા કરવાને ચાહે તે ગુરુ કહેવાય છે, મંત્રતંત્રાદિક ગુણના જે સાધક હેય, તે જાદૂગર કહેવાય છે, જેમાં પંડિતાઈ રહી હોય તે પંડિત કહેવાય છે, જેમાં કવિતા કરવાની ચતુરાઈ હોય તે કવિ કહેવાય છે; અને જે વાતો બનાવી કહી જાણતો હોય તે પવારગર–ભાટચારણ કહેવાય છે–એ બધી અવસ્થાના ધરનારા જે જીવ છે, તે સર્વ ઇંદ્રિના વિષયના યાચક માયાધારી છવ છે, તેમને જોઇને એવું વિચારવું કે, “અહ! આ બીચારા પિતાનો સ્વાર્થ ગુમાવે છે ” એ રીતે એમના ઉપર દયાળુ થવું જોઈએ.”
ભદ્ર, આવી રીતે કરવાથી પ્રાણુને તેમની ઉપર પણ સમભાવ સ્વત: ઉત્પન્ન થાય છે. એવા સમભાવથી જન મહાજને આ સંસારસાગર તરી જાય છે.
T૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com