________________
( ૨૬૭ ) જ્યાં તે મહા આનંદરૂપ અમૃતની ધારા વરષાવે છે. અહીં અવયવરૂપલક્ષણ હેવાથી તે લીનતાને લઈને શરીરના કષ્ટને જાણતો નથી ત્યારે તે સ્પષ્ટપણે વીર્ય ફેરવી આઠે કર્મને તેની સત્તાથી ચલાયમાન કરે છે. જ્યારે કર્મસત્તા ભ્રષ્ટ થઈ નષ્ટ થઈ જાય છે એટલે તે જીવ કર્મોનું આકર્ષણ કરીને નિર્જરાવે છે. નિર્જરાને પામેલો તે જીવ પછી વિકલ્પ જાતને વિજયે કરી અલ્પકાળમાં જ આ સંસાર શ્રેણીને ત્યાગ કરી મોક્ષપદને અવેલેકે છે.
હે ભદ્ર પ્રવાસી, આ કમ આહંત શાસ્ત્રના અનુભવીઓએ સારી રીતે મનન કરી દર્શાવ્યો છે. આ પ્રસંગે વળી એક એવી પણ શિક્ષા દર્શાવે છે કે જે શિક્ષા જાણવાથી જીવ આત્મિક ઉદયની સંબંધીમાં આવી શકે છે.
પ્રવાસી–હે આત્મરી, એ શિક્ષા મારી બુદ્ધિમાં સ્થાપિત
કરે,
વિશુદ્ધિએ વિમર્શ કરી વાણી ઉચ્ચારી–
“આત્માને અનુભવ કરવા ઇચ્છનારા પુરૂષે વિચારવાનું છે કે, “આત્માના ગુણ પગ અનેક છે; તેમાં દૃષ્ટિ નહીં આપતાં માત્ર નિવિક૫રસને અનુભવરસ પીવાને છે. વળી તેવા જીવે આત્માના આધારમાં આત્માને સમાસ કરી લે એટલે તેમાં લય લગાડે અર્થાત જે આપણે શરીર ધારીએ છીએ તે દશા કાગ છે તે દૂર કરી આત્મસ્વરૂપ કરી દેવું. આત્માને જે મૂળ સ્વભાવ છે તે સિવાય બીજે સર્વ વિભાગ છે. તેને ત્યાગ કરી આત્માના શુદ્ધ ચિદાનંદ સ્વભાવમાં મગ્ન થઈને રહેવું. એજ અદ્વિતીય એક્ષને માર્ગ છે તે સિવાય બીજો મોક્ષમાર્ગ નથી.
તેવાજ ભાવાર્થનું કાવ્યપદ નીચે પ્રમાણે ગીતાર્થ પુરૂષો જૂદી જૂદી ભાષામાં ગાયા કરે છે, તેને તમે સ્મરણમાં રાખજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com