________________
( ર૭૧ ) એ રીતે નવરસના ભાવવિલાસને પ્રકાશ થાય છે. ઘટમાં થયેલા સુબેધના પ્રકાશથી આત્માને આ રસ છે કે આ વિરસ છે” એ. બંધ થાય છે. એટલે વિધ્યને મમતાભાવ સર્વથા નાશ પામી જાય છે; કારણકે, તે આત્મા એનવરસને એક ભાવરમાંજ આત્માનું રહેવું થાય છે.
પ્રવાસી મહેશ્વરી, મહાન, ઉપકાર થશે. આ આત્માને આ નવરસની ઘટનાને બેધ કરી તમે તેને ઉંચી સ્થિતિમાં મૂકી દીધું. હવે મને વિશેપ આપી આ અસાર સંસારમાંથી મુક્ત કરો. હવે જીવ વિષે કાંઇક ન ધ આપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અસ્તિનાસ્તિત્વ સમજાવે, એટલે મારા હૃદયમાં નિઃશંકતા પ્રગટ થશે. અને પછી હું આત્માના ઉદયમાન પથિક બની આત્મસ્વરૂપને સંપાદન કરીશ. - વિશુદ્ધિ–ભક, આ જગતમાં આત્માને ઓળખાતા જીવે એ પદાર્થ છે અને તે આપણે સ્વાધીન છે, તે એક છે, તે પણ ગણત્રીએ અનેક છે. માત્ર લક્ષણથી જ એક છે. જે પર્યયનય પ્રમાણુ કરીએ તો જીવ પરાધીન છે. અને કર્માધીન છે તેમજ અવચિત મરણ દેખતાં ક્ષણભંગુર છે. વળી ગતિ વિગેરે દેખતાં અનેક રૂપ છે. પણ અજીવ પદાર્થ સ્થાપનાની અપેક્ષાએ તે નથી.
આ જગતમાં જે વસ્તુ છે, તે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી વિચારીએ ત્યારે અસ્તિરૂપે છે. અને એ ચારને જે પરવસ્તુથી વિચારીએ તે એ વસ્તુ નાસ્તિરૂપે છે. એટલે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી સર્વ વસ્તુ - નાસ્તિરૂપે છે. તે અસ્તિને ભેદ નિશ્ચયનયથી દ્રવ્ય પર્યાયથી જાણવે. એ ચારે ભેદમાં દ્રવ્યથી વસ્તુ કહેવાય છે. તે વસ્તુની સત્તાની ભૂમિને ક્ષેત્ર કહેવાય છે, વસ્તુની પરિણામની ચાલને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com