________________
( ૭૬ )
તત્ત્વભૂમિના પ્રવાસના પૂર્ણ અધિકારી થયા છે. હવે હું મારા સ્વરૂપને અદૃશ્ય કરવા ઇચ્છું ← તમે અલ્પ વખતમાંજ આભૂમિકામાં નિર્વાણપદને પ્રાપ્ત થશેા. અહીંથી થોડે દૂર જતાં તમને પૂર્વ ભવની સ્મૃતિ આવશે અને તે વખતે તમારા હૃદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થશે. પછી તમે ભાવચારિત્ર લેશે,તેવામાં તા તમારા હ્રયમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થશે અને તેજ ક્ષણે તમારૂં આયુષ્ય સમાપ્ત થવાથી તમે નિર્વાણપદને પ્રાપ્ત થશે.
પ્રવાસી—મહેધરી, આપે મારા ભવિષ્યની શુભ વાર્તાકહી, તે સાંભળી મને અત્યંત હર્ષ ઉત્પન્ન થાય છે. તથાપિ આપે જે કહ્યું કે, 'તમને પૂર્વ ભવની સ્મૃતિ આવશે,’ એ શી રીતે આવશે ? એ વાતનુ વિશેષ સ્પષ્ટીકરણ કરવા કૃપા કરે.
વિશુદ્ધિ—મહાશય, તમે અહિંથી આગળ જશો ત્યાં અદૃશ્ય ધ્વનિથી ઉપદેશ સાંભળરોા. તે ઉપદેશ સાંભળતાંજ તમને જાતિમરણ થઇ આવશે.
આટલુ’ કહી વિશુદ્ધિ અદૃશ્ય થઈ ગઇ અને જૈન પ્રવાસી એકાકી થઇ રહ્યુ. તેણે ત્યાંથી આગળ ગમન કર્યું. તત્ત્વભૂમિની વિવિધ રચના જોતા જોતા તે થોડે દૂર ગયા ત્યાં નીચે પ્રમાણે અદૃશ્ય ધ્વનિ
પ્રગટ થયા.
સવૈયા.
“ ચેતનની તુમ નાની વિદ્યા હું, नागरहे कहो मायाकी तां ; प्राय कही कहीं तुम जानगे, माया रहेगी जहां की तहांई;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com