________________
(૨૫૫ )
આ પ્રમાણે પ્રવાસીના મુખથી કવિતાની વ્યાખ્યા સાંભળી અંતર્દ્વારપાળ સંતુષ્ટ થઇ લ્યા—મહારાય, તમે પૂર્ણ અધિકારી છે. ખુશીથી આ દ્વારમાં પ્રવેશ કરો. આ મુક્તિમ‘ડપનુ* ગર્ભદ્વાર છે. આ દ્વાર તમને સિદ્ધ શિલાના પ્રદેશ સુધી પહેચાડનારૂ છે. મિત્ર, તમારી તાત્ત્વિક પરીક્ષા થઈ ચૂકી છે, તમે તત્ત્વ પરીક્ષામાં પ્રસાર થયા છે, તથાપિ તમારી વાણી સાંભળવાની ઈચ્છા થાય છે, તેા તમે જે કવિતાની વ્યાખ્યા આપી તેને ઉદ્દેશીને કાંઇક વિશેષ વિવેચન કહી સંભળાવે.
અંતર્રારપાળના આવા વચના સાંભળી પ્રવાસી હૃદયમાં આનદિત થઇ બાલ્યા—ભદ્ર, જ્ઞાન અને ક્રિયાનું સ્વરૂપ જે મારી હ્યુદ્ધિમાં સ્ફુરી આવ્યુ છે, તે વિષે કહ્યુ', તે સાંભળે—જ્ઞાન એ દિવ્ય વસ્તુ છે, તે જીવને જાગ્રત કરનાર છે. અને કર્મી જે ક્રિયા છે તે જીવની ભૂલ છે, એટલે જ્ઞાન એ મેાક્ષનું મૂળ કારણ છે અને ક્રિયાકર્મીએ ભવભ્રમણનું મૂળ છે, જે ચેતના છે તે એ પ્રકારની છે. જ્ઞાનચેતના અને કર્મચેતના, તેમાં જ્ઞાનચેતનાના જાગવાથી કેવળ શુદ્ધ પરમાત્મા પ્રગટે છે અને કચેતનાના જાગવાથી આત્માના અધ પિરણામ ઉપજે છે. હું ભં, એ બન્ને ચેતના આ મારી પ્રવાસ ભૂમિફામાં મને પ્રત્યક્ષ થઈ હતી. તેમાં જ્ઞાનચેતનાએ મારા ભારે ઉપકાર કર્યા હતા.
હે ભદ્ર, તેમાં જ્ઞાનના અને ક્રિયાને પ્રભાવ જાદા જાદા છે. જ્યાંસુધી ક્રિયા પરિણમે છે, ત્યાંસુધી જ્ઞાનચેતના ભારે થાય છે એટલે ચેતના કરૂપ થઈ જાય છે, અને ત્યાંસુધી સંસારી જીવ વિકળરૂપ થઇ રહે છે. અને ધટમાં જ્ઞાનચેતના જાગ્રત થઈ ત્યારે તે જીવ સમકિતી કહેવાય છે. વળી જ્ઞાનચેતનાના જાણવાથી પ્રાણી પાતાના રૂપને નિશ્ચય સિદ્ધ સમાન જાણે છે અને પરપુગળના સંયોગથી જે ભાવ ઉપજે તેને તે પરરૂપ માને છે. એમ કરતાં જો તે શુદ્ધાત્માના અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com