________________
( ૨૪૮ ) જીવ વસ્તુતાએ એક છે અને તેના ગુણ અનેક છે. રૂપ અનેક અને નામ અનેક છે, તે જીવ નિગ છે એટલે પરસંગ વિના પિતાના સ્વભાવમાં રહ્યા હોય તે શુદ્ધ છે. જેમિનીયમીમાં સકે તેને કર્મ કહે છે, શિવમતી અને વિશેષિક તેને શિવ કહે છે, બિદ્ધમતી તેને બુદ્ધ કહે છે, જેની તેને જિન કહે છે. ન્યાયવાદી તેને ક કહે છે. એવી રીતે દર્શનવાળા તે શુદ્ધ જીવને કહે વામાં એક એકથી જુદા પડે છે, પણ તેમાં જે વસ્તુનું સ્વરૂપ ઓળખે તેજ પ્રવીણ ગણાય છે.
ભદ્ર, તે દર્શનવાળાઓના કેવા કેવા આશય છે, તે સાંભળવા જેવા છે. વેદાંતીઓ જીવ વસ્તુને બ્રાહ્મ માની નિશ્ચય સ્વરૂપને ગ્રહણ કરે છે. એટલે અહમત ધારણ કરે છે. મીમાંસકે યાન કર્તા જીવને કમરૂપ માને છે અને ઉદિત થયેલા સંસ્કારને ગ્રહણ કરે છે. બિદ્ધમતી જીવને બુદ્ધિમાની ક્ષણભંગુરપણાથી તેને સૂક્ષ્મ સ્વભાવ સાધે છે, તેથી વસ્તુના સ્વભાવનેજ કર્તા માને છે. શિવમતી વિશેષિક તે જીવને કાળરૂપ માને છે અને શિવને કર્તા માને છે. નિયાયિકે સેળ પદાર્થને પ્રમાણ ગણી શુદ્ધ જીવને જ ક માને છે અને ઉદ્યમની ઉદીરણામાં ચિત્તને આનંદમાં મમ કરી રહે છે. એવી રીતે પાંચ દર્શનીઓ વસ્તુ સ્વભાવિક પાંચ નયના એક એક અંગ પિષે છે, એટલે એકાંત પક્ષને પિષે છે. પણ જે સ્યાદ્વાદમતને માર્ગ છે, તે સગી સવિનય ગ્રહણ કરે છે. તેથી તેને સર્વમાં વિજય થાય છે. કારણ કે, સ્યાદ્વાદ સિદ્ધાંતમાં એવું માન્ય છે કે, એક દ્રવ્યમાં અનંત પર્યાય છે અને અનેક પNયમાં એક દ્રવ્ય છે. એથી હરકોઈ વસ્તુ એકજ છે અથવા અને જ છે, એમ કહી શકાતું નથી. વ્યવહારમાં કર્તા છે અને નિશ્ચયમાં અકર્તા છે. વ્યવહારથી ભક્તા અને નિશ્ચયથી અલેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com