________________
( ૪ ) પિતાના ઘરમાં પિતાને જ્ઞાયક સ્વભાવ જાગ્રત થાય ત્યારથી તે
આ જગતની જાળથી નિરાલે થાય છે અને તે અર્ધ પુલ પરાવર્તમાં આ સંસારને લાવી મૂકે છે.
સંસારીના મુખથી આવા સમાધાનના શબ્દો સાંભળી તે દિવ્ય દ્વારપાળ ઘણેજ પ્રસન્ન થઇ ગયે, તેના હૃદયમાં પ્રતીતિ થઇ કે, આ પ્રવાસી ખરેખરે અધિકારી છે. આ પુરૂષ મોક્ષપદને યોગ્ય છે અને આ મુક્તિમંડપમાં પ્રવેશ કરવાને પાત્ર છે. આવું વિચારી દ્વારપાળે પ્રસન્નતાથી પ્રવાસીને કહ્યું, ભદ્ર, તમે સર્વ રીતે અધિકારી છે. તમારાં વચનેએ મારા પ્રશ્નનું અછું સમાધાન કર્યું છે. તમારી વાણીમાં બેધને રસિક પ્રવાહ છુટે છે, તમારી બુદ્ધિ બેધામૃતને સ્વાદ ચાખનારી થઈ છે. જો કે મને આ મનહર મંડપમાં પ્રવેશ કરવાની તમારી પિગ્યતા લાગી છે, તથાપિ મારા હૃદયને આનંદ આપવાને માટે મારે તમને બીજા પ્રશ્ન પૂછવાનું છે, તેને ઉત્તર આપવાની કૃપા કરજે,
પ્રવાસી મંદહાસ્ય કરી બે –ભદ્ર, તમે મારી ઉપર પ્રસન્ન થયા છે. એ જાણી મને અતિ સંતોષ પ્રાપ્ત થાય છે. તમારા દદથની પ્રસન્નતાએ મને તમારી સાથે વાર્તાલાપ કરવાને પ્રોત્સાહિત કર્યો છે. જે ઈચ્છા હોય તે ખુશીથી પુછો. હું યથામતિ ઉત્તર આપવા પ્રયાસ કરીશ, તે દ્વારપાળ-ભદ્ર, અનેકાંતમતનો મહિમા કે છે? અને તેની સર્વથી ઉત્કૃષ્ટતા શી રીતે છે ? તે કહી બતાવે.
પ્રવાસી હૃદયમાં વિચારવા લાગ્યો, ત્યાં તેના દિયમાં જ્ઞાનવિલાસને પ્રકાશ થતાં તે નીચેની કવિતા :
વિત, "केर कहै जीव बिनजंगुर, केई कहै करम करतार; के करम रहित नितजंपहि, नय अनंत नाना परकार.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com