________________
( ર૪૫ ) કલેક્તા છે ? અથવા પુલ અને આત્માને સંગ તેને કરતા છે?
દ્વારપાળના મુખથી આવા પ્રશ્ન સાંભળી પ્રવાસી વિચારમાં પડે. ક્ષણવાર વિચાર્યું, ત્યાં તેના દયમાં પેલા જ્ઞાનવિલાસે પ્રકાશ કર્યો એટલે તેનામાં સમાધાન કરવાની શક્તિસ્કુરણયમાન થઇ આવી.
પ્રવાસી–ભદ્ર, ક્રિયા એક હોય અને તેના કર્તા બે થાય, એવી વાત જેનશાસ્ત્રમાં હેયજ નહીં, તેમ વળી ક્રિયા બીજાની છે અને કર્તા બીજે છે. એ વાત પણ અઘટિત છે. એટલે પુલની કિયા જીવ ન કરે અને જીવની ક્રિયા પુલ ન કરે. તેમજ કરે એક અને તેનું ફળ ભેગવનાર બીજો હોય એવું પણ બને નહીં. એટલે પુદ્ગલની ક્રિયાનું ફળ જીવ ભેગવે નહીં, કારણ કે, જે કર્તા હેય તેજ લેતા હોય છે, જે કર્મ કરે તેજ ભગવે.
વળી જે ભાવકર્મ છે તે સ્વયંસિદ્ધ નથી, તેથી એવું સિદ્ધ થાય છે કે, જગતની ક્રિયા જે ગમનાગમન, તેને કરનાર તે ભાવ કર્મને કર્તિ જગતવાસી જીવ છે. તેથી જીવજ ક અને જીવન ભક્તા છે. જીવની ચળવિચળતાથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે, એ ટલે ભાવકમજ જીવની ચાલ છે. એ ભાવકને પુદ્ગલ કરી શક્તા નથી તેમ ભેગવી શકતા પણ નથી, તેને માટે મિથ્યાત્વીઓ જૂદી જૂદી કલ્પના કરે છે, તે સર્વ રીતે મિથ્યા છે. સ્યાદ્વાદવાદી તે તેને માટે કહે છે કે, જે મિથ્યાત્વી જીવ છે, તે અજ્ઞાનપણાથી કર્તા છે અને ભક્તા છે, અને જે સમકિતી જીવ છે, તે નિશ્ચયથી કર્તા નથી અને ભક્તા પણ નથી. જ્યાં સુધી જીવ મિથ્યામતિ અહબુદ્ધિમાં છે, ત્યાં સુધી તે જીવ કર્મને ક છે અને જ્યારે તેનામાં સુમતિ પ્રગટે છે, ત્યારે તે સદા અકર્તા છે. જેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com