________________
( ર૩૧ ) જેના ઘરમાં સમતા નથી. જે સદા મમતામાં મગ્ન રહે છે, અને જે પિતાના ઘટને વિષે રમી રહેલા આત્મારામને જાણતો નથી, તે જીવ અપરાધી ચાર કહેવાય છે.” ૧
જે પરની વસ્તુને ગ્રહણ કરે અને પરવસ્તુ રૂપ પુદગલને આત્મા માને, તે અપરાધી, તે મિશ્યામતિ, તેજ નિર્દય, અને અને તેજ દદયને અંધ કહેવાય છે. કર્મને બંધ પણ તેજ કરે છે. આ છે ૨છે
જ્યાંસુધી પિતાની વસ્તુ–આત્મ સ્વરૂપને જાણે નહીં ત્યાંસુધી જે ક્રિયા કરે તે સર્વ જૂઠી છે, મોક્ષ સુખની આશા
ખે તે જૂઠી છે, પિતાના પ્રભુને જાણ્યા વિના હૃદયમાં ભક્તિ ધરે તે સર્વ જૂઠી છે. અને પરમેશ્વરને ઓળખ્યા વિના દાસપણું કરવું, તે જૂઠું છે. ૩
હે પ્રવાસી, તેથી દરેક ભવ્ય જીવે પોતાના સ્વરૂપને પ્રથમ ઓળખવું જોઈએ. સ્વરૂપ ઓળખ્યા વિના જે કરવું, તે વ્યર્થ છે. તથાપિ મૂઢ લેકની દશા વિચિત્ર હોય છે. મૂઢ લેકે સત્યને જૂઠું કરી જાણે છે. પર્વતની મૃત્તિકારૂપ સાત ધાતુને સંપત્તિ કરી માને છે, પિતાની અશુદ્ધ ક્રિયામાં અમૃત જાણે છે, જ્ઞાનમાં ઝેર સમજે છે, એટલે ક્રિયાથી સિદ્ધિ છે, જ્ઞાનથી નથી એમ માને છે. પિતાના ચિદાનંદ સ્વરૂપને તેઓ ગ્રહણ કરતાં નથી, શરીર વગેરેને આભારૂપે જાણે છે, જે શાતા વેદનીય ઉપજે છે તેને સમાધિ કરી જાણે છે, અને અશાતા વેદનીયને ઉપદ્રવ માને છે. કોપરૂપી ખાને હાથમાં લે છે, અહંકારરૂપ મદનું પાન કરે છે, હૃદયમાં માયાને મરેડ રાખે છે, લોભનું ભ્રમણ કર્યા કરે છે. આ પ્રમાણે મૂઠ લેકે અચેતનજડ પુદુગળની સંગતિથી સત્યથી વિમુખ થાય છે અને અસત્યમાંજ તત્પર થઈ વર્તે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com