________________
( ર૩૬ ) જ્ઞાનવિલાસ–ભક, સાંભળ આ જગતમાં જ્ઞાન એ ઉત્તમ વસ્તુ છે, તેના જેવી બીજી કઈ વસ્તુ ઉત્તમ નથી. એ દિવ્ય વસ્તુ માણસને મોક્ષના મહેલ સૂધી દેરી જાય છે, એવી દિવ્ય વસ્તુ જ્ઞાનની પ્રતિકૂળ એક બીજી એવી વસ્તુ છે કે, જેનાથી દરેક ભવ્ય પ્રાણીએ સર્વદા ચેતીને ચાલવાનું છે, આ પ્રવાસી–મહાશય, એ જ્ઞાનની પ્રતિકૂળ વસ્તુ કઈ? તે કૃપા કરી જણાવે
જ્ઞાનવિલાસ–ભક, આ જગતમાં અભિમાન એ જ્ઞાનની પ્રતિકૂળ વસ્તુ છે. અભિમાનને લઈને માણસ જ્ઞાનને સંપાદક થતું નથી. અભિમાની અને જ્ઞાની એ બને પરસ્પર વિરૂદ્ધ છે. અભિમાની અને જ્ઞાનીને માટે આહંત શાસ્ત્રમાં ઘણું કહેવું છે, તે ઉપર એક દષ્ટાંત છે કે જેમ પર્વત ઉપર ચડેલો માણસ પર્વતની તળેટીમાં રહેલા માણસને ન દેખે છે, અને તલાટી પર રહેલે માણસ તે પર્વત પર ચડેલા માણસને ના દેખે છે, પછી
જ્યારે તેઓ બંને મળે છે, ત્યારે તેમને પરસ્પર ભ્રમ દૂર થઈ જાય છે, તેવી રીતે અભિમાની પુરૂષ બીજાને નાના જુવે છે, અને તુચ્છ જાણે છે અને બીજા પુરૂષ તે અભિમાની પુરૂષને તુચ્છ લેખે છે–એમ અરસપરસ તેમના વિચારમાં વિષમતા રહે છે, જ્યારે તેઓના હૃદયમાં જ્ઞાન જાગ્રત થાય છે, ત્યારે તેઓ બન્નેના દયમાંથી વિષમતા દૂર થઇ જાય છે. અને સમતા પ્રાપ્ત થાય છે,
પ્રવાસીએ પ્રશ્ન કર્યો–મહાશય, આપે આપેલા દષ્ટાંતથી અભિમાની અને જ્ઞાનની સ્થિતિ મારા સમજવામાં આવી છે, પણ હવે તે અભિમાની અને જ્ઞાની બન્નેના જુદાં જુદાં લક્ષણે કહી સંભળાવે કે જે ઉપરથી અભિમાની અને જ્ઞાની જીવ ઓળખી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com