________________
( ૪૧ ) ગુણ ઉત્પન્ન થાય છે એથી જીવમાં ગુરૂપણું તથા લઘુપણું રહેતું નથી. અને અનંતરાય કર્મને નાશ થવાથી અનંતબળ અનંતવીર્યપણાને ગુણ ઉપજે છે. એ આઠ ગુણ કર્મને ક્ષય થવાથી આત્માને પ્રાપ્ત થાય છે,
જ્ઞાનવિલાસના આવા વચન સાંભળી પ્રવાસીને અત્યંત આત્મિક આનંદ ઉત્પન્ન થઈ આવ્યું. તે વખતે તેણે પિતાના નેત્ર મીચી આત્મસ્વરૂપનું ધ્યાન કર્યું અને જ્ઞાનવિલાસે વર્ણવેલા જ્ઞાની તથા તેના આત્માના સ્વરૂપનું અને સ્થિતિનું સારી રીતે મનન કર્યું
ક્ષણવાર પછી પ્રવાસી જાગ્રત થશે અને તેણે ઉઠીન જ્ઞાનવિલાસના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. જ્ઞાનવિલાસે તેને આ લિંગન કરી બેડે કર્યો અને મધના જેવી ગંભીર વાણીથી કહ્યું, ભદ્ર, તારા કલ્યાણને માર્ગ પ્રગટ થયું છે. તારી મુસાફરીને અંત તારા આમિક ઉદયને સાનુકૂળ થયો છે. હવે હું મારા સ્વરૂપને અંતર્ધાન કરવા ઈચ્છું છું. ભદ્રતું મેક્ષગામી થા અને શુદ્ધ હિયાનું આચરણ કરી આત્મિક ઉદયને અનુગામી થા. . પ્રવાસી અજળી જોડી બે--મહાનુભાવ, આપ સર્વદા મારી સાનિધ્યમાં રહે. આપના અંતર્ધાન થવાથી મારી શી ગતિ થાય? હું આપને જ આશ્રિત છું, અને જ્ઞાનને વિલાસી થવાને સર્વદા ઉત્સુક છું.
જ્ઞાનવિલાસ–પ્રેમી મિત્ર, અધીર થ નહીં. હું તારાથી સર્વ રીતે અંતહિંત થતો નથી. મારૂં મૂળ સ્વરૂપ તારાથી ભિન્ન નથી. મારા સ્વરૂપની પૂર્ણ કાયા તારા હૃદય ઉપરજ છે. મેં તને મારે કર્યો છે. જેમ તું મારે શરણ છે, તેમ હું પણ તારેજ શરણ છું. તું અહીંથી થોડે દૂર જઇશ, ત્યાં તેને વિશુદ્ધિકારના દર્શન થશે. એ વિશુદ્ધિદ્વાર તને સમાધિ સાથે મેળાપ કરાવશે. પછી
T– ૩૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com