________________
( ૨૪૨ )
તું તારા પ્રવાસને સારી રીતે સફળ કરીશ અને તારા નિર્મળ આત્માના સઘ ઉદ્ધાર કરીશ. આટલુ કહેતાજ જ્ઞાનવિલાસ અતર્ધ્યાન થઇ ગયો. પ્રવાસી તેના પવિત્ર દર્શનને માટે ચારે તરફ જોવા લાગ્યા, પણ કાઈ સ્થળે એ પવિત્ર પ્રતિમાની છાયા જોવામાં આવી નહીં.
જ્ઞાન વિલાસના ચેતન્ય સ્વરૂપનું ધ્યાન કરતા અને તેની ઉપદેશવાણીનું મનન કરતા પ્રવાસી આગળ ચાલ્યા, ત્યાં એક સુંદર વાટિકા જોવામાં આવી. તે વાટિકાની અંદર કૃતી અદ્ભુત રચનાનું અવલાકન કરતા પ્રવાસી આગળ ચાલ્યા ત્યાં એક સુંદર મેહુલ જોવામાં આવ્યા, મેહેલની આસપાસ વિવિધ વૃક્ષો અને કુસુમિત લતાઓ આવેલી હતી. તે મ ંદિરની પાસે આવી પ્રવાસીએ જોયું, ત્યાં મેહેલના મુખ્યદ્વાર ઉપર નીચેની વર્ણમાળા જોવામાં આવી.
રું- “ મુક્તિ મડપ' ..
આ વર્ણમાળા વાંચી પ્રવાસી વિચારમાં પડ્યા. “ હું મુક્તિ મંડપ ક્યાંથી હેાય? શુ' મારા આત્માને મેાક્ષ હું થવાના? શુ હું મારા પ્રવાસનું ફૂલ તત્કાલ પામ્યા? આ પ્રમાણે પ્રવાસી ચિંતવન કરતા હતા, ત્યાં નીચે પ્રમાણે મધુર ધ્વનિ પ્રગટ થયા.
"
સવૈયા.
" करमको करता है जोग निको जोगता है, जाकी मनुतामें ऐसो कथन अदित है; जामें एक इंद्रियादि पंचधी कयन नांहि, सदा निरदोष बंध मोक्षसों रहित है;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com