________________
रहविधि अनन्य प्रजुता धरत, प्रगटी बुंद सागरजयो, अविचळ अखंम अननय अखय, जीव दरब जगमहिजयो."॥१॥
જ્યારે શુદ્ધતાને અંકર પ્રગટ થાય છે, ત્યારે મિથ્યાત્વ મૂલથી નાશ પામી જાય છે. તે વખતે શુકલપક્ષના ચંદ્રની જેમ અનુકમે આત્માને ઉઘાત થતાં કેવળ જ્ઞાનને પ્રકાશ થાય છે. તે કાળે આત્માને નિશ્ચળ સુખ સમૂહ ભાસમાન થાય છે. તે પછી આયુષ્ય કર્મની સ્થિતિ પૂર્ણ કરી મનુષ્ય ગતિને ભાવ છેડી તે પરમાત્મારૂપે થઇ જાય છે, એથી તે અનન્યપ્રભુતા એટલે સવથી શ્રેષ્ઠતા ધારણ કરે છે. જેમ જળના બુંદબુંદ મળીને સમુદ્ર થાય છે તેમ આત્મા ગુણ ક્રમે ક્રમે ગુણના અંશ પ્રગટ કરતે પૂર્ણ પ્રકાશમાન થાય છે. તે પછી એ જીવ દ્રવ્ય અવિચળ, અભય અને અક્ષય થઈ આ જગતમાં જયવંત થાય છે.”
હે પ્રવાસી, આવી સ્થિતિને પ્રાપ્ત થયેલા આત્માના અષ્ટકમને નાશ થઈ જતાં પછી તેનામાં અષ્ટગુણને પ્રકાશ થાય છે. તે આ પ્રમાણે પ્રથમ જ્ઞાનાવરણીય કર્મને નાશ થવાથી સર્વ કલેકમાં રહેલી વસ્તુ જણાઈ આવે છે એટલે કેવળ શાનને પ્રકાશ થાય છે. દર્શનાવરણીય કર્મને નાશ થવાથી લોકાલેકના ભાવ સામાન્યપણે જોઈ શકાય છે એટલે કેવળ દર્શનગુણ પ્રગટ થાય છે. વેદનીય કર્મને નાશ થવાથી નિરાબાધ રસ ઉપજે એટલે આત્મા બાધપણાથી મુક્ત થતાં અબાધિપણે અનંત સુખરૂ૫ ગુણ ઉત્પન્ન થાય છે. મેહનીય કર્મને નાશ થવાથી શુદ્ધ ચારિત્ર પ્રગટ થાય છે એટલે યથાખ્યાત ચારિત્રને સ્પષ્ટ ગુણ પ્રાપ્ત થાય છે. આયુકર્મને નાશ થવાથી અવગાહનાદિ સાદિ અનંત સ્થિતિ થાય છે. નામકર્મ ક્ષય થવાથી જીવનું અમૂર્તિપણું એ ટલે શુદ્ધ સ્વરૂપ ઉપજે છે, ગેટકર્મને નાશ થવાથી અગુરૂ લઘુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com