________________
( ર૩૫ ). વિવિધ ગુણની સ્તુતિ કરે છે. એવાજ ગુણેને સાંભળી એનુજ ચિંતવન કરે છે, એનેજ જપ જપે છે અને એને જ ભણે છે તથા ભણાવે છે–એ રીત રસિક અવસ્થામાં વિવિધ જાતની ક્રિયાઓ થાય છે. ૨
ઉપર કહેલી એ ક્રિયાઓ કરતાં જ્યારે શુદ્ધ આત્માને અનુભવ થાય છે, ત્યારે શુભાચાર છૂટી જાય છે, કૃતકૃત્ય થઈ અગી દશામાં રહે છે, અને જે કર્મ છે, તે કર્મમાર્ગમાંજ રહે છે એટલે તે કર્મ સંસારના માર્ગને વિષે રહે છે. કારણકે શુભકર્મ પણ સંસારમાર્ગમાં છે અને શિવમાર્ગ તે શિવમાં છે અર્થાત શુદ્ધ આત્માને વિષેજ છે૩
પ્રવાસીએ પ્રસન્નતાથી જણાવ્યું, મહાશય, આપે જે રસિક શબ્દને માટે મને સમજૂતી આપી, તે મને મહેપારી થઈ પડી છે. સંસારમાર્ગમાંજ રસિકશબ્દની પ્રવૃત્તિ મારા જાણ વામાં આવી હતી પણ શિવમાર્ગમાં તે શબ્દની પ્રવૃત્તિ મારા જાણવામાં ન હતી, આજે તે જાણું મને અદ્દભુત આનંદ પ્રાપ્ત થ છે, હવે બીજો કોઇ બાધ આપવા કૃપા કરે. આ મારે નવમી ભૂમિકાને પ્રવાસ સફળ થાય તેવી તાવિક વાર્તા કરી મારા હદયને આનંદમગ્ન કરી છે.
જ્ઞાનવિલાસે–પ્રેમપૂર્વક જણાવ્યું, ભદ્ર, હવે તારી શી જિજ્ઞાસા છે? તે સ્પષ્ટતાથી જણાવ, તેમજ તારી મનોવૃત્તિમાં જે શંકા હેય, તે પ્રગટ કર, * પ્રવાસી–મહેશ્વર, મહાનુભાવ, આપના વચનેએ મારી શંકાને પરાસ્ત કરી દીધી છે, તથાપિ આપના ઉપદેશના પ્રવાહમાં જે શંકા ઉત્પન્ન થશે, તે હું આપની સમક્ષ જણાવીશ. હવે કૃપા કરી ઉપદેશને પ્રવાહ પ્રવર્તા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com