________________
( ૧૨૩ ) ભેદજ્ઞાને ઉત્સાહથી કહ્યું, પ્રિયપ્રવાસી, તે કવિતાને ઉદ્દગાર પ્રગટ કર, | ભેદજ્ઞાનની આવી આજ્ઞા થતાં જૈન પ્રવાસી નીચે પ્રમાણે કવિતા :
લા "जेदशान तबतो जला, जबलो मुक्ति न होय;
परमज्याति परगट जहां, तहां विकल्प न कोय ॥ १ ॥ . માહાનુભાવ, એ કવિતાની વ્યાખ્યા સુગમ છે. એટલે મારે કહેવાની જરૂર નથી.
ભેદજ્ઞાન-ભદ્ર, કવિતાતોસુગમ છે, પણ તેની વ્યાખ્યા સાંભળવાની ઉત્કંઠા છે, કારણકે, તારા જેવા નિર્મળ અને પવિત્ર પ્રવાસીના મુખની વાણી સાંભળવાની ઈચ્છા કેને ન થાય?
પ્રવાસી આનંદમગ્ન થઈ બે મહાનુભાવ, ત્યારે આપ કૃપા કરી સાંભળે–જ્યાંસુધી મુક્તિ થઈ ન હોય ત્યાં સુધી ભેદજ્ઞાન સારું છે, પણ જ્યારે પરમ જાતિ પ્રગટ થાય, ત્યારે કોઈ જાતને વિકલ્પ રહેતો નથી તે પછી ભેદજ્ઞાન કેમ રહી શકે?” આ પ્રમાણે વ્યાખ્યા સાંભળી ભેદજ્ઞાને વિશેષમાં જણાવ્યું કે, પ્રિય પ્રવાસી, હવે તે વિષે વિવેચન કરવાની જરૂર નથી. તથાપિ તારે મને મંદિરમાં એટલી વાર્તા સ્થાપિત કરજે કે, મારા સ્વરૂપને મહિમા અપરિમિત છે–અવર્ણનીય છે. અને મારે પૂર્ણ સંબંધ મુક્તિમુંદરીની સાથે છે, તથાપિ એક જૈન કવિ મને સાબુની ઉપમા આપે છે—સાંભળ
તા .
"नेदज्ञान साबू जयो, समरस निर्मल नीर, धोबी अंतर आतमा, धोवै नीज गुन चीर."॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com