________________
निःशकतादि जस अष्ट गुन अष्टकर्म अरि संहरत,
सो पुरुष विचच्छन तासुपद बनारसीबंदन करत." ॥१॥ . આ કવિતા સાંભળી સમ્યગ જ્ઞાન હાસ્ય કરતાં બોલ્યું, પ્રિય પ્રવાસી કેમ તારા જાણવામાં આવ્યું પ્રવાસીએ ઉત્તર આપો-હા, મારા જાણવામાં આવ્યું છે, પણ યથાર્થ સ્વરૂપ સમજાયું નથી, તે આપ કૃપા કરી મને સમજાવશે,
સમ્યગ જ્ઞાને ઉત્સાહથી કહ્યું, હે પ્રિયાત્મા, સાંભળ– જે પુદગલાદિ ગુણને ત્યાગ કરે, નિશ્ચયરૂપ એવા શુદ્ધ ગુણનું ગ્રહણ કરે, નિર્મળ જ્ઞાનના અંકુરને ઘટમાં પ્રકાશિત કરે, પૂર્વકૃત કર્મને નિર્જરાની ધારામાં વહન કરાવી દે, નવા બંધને નિરોધ કરી નિરાશ્રવ થઈ મોક્ષમાર્ગની સન્મુખ ગુણ શ્રેણીમાં ડે, નિશકિત પ્રમુખ આઠ ગુણ રાખે અને આઠ કર્મરૂપ શત્રુઓને સંહાર કરે, તેજ વિચક્ષણ પુરૂષ કહેવાય છે. તેના ચરણકમળમાં જૈન કવિ વંદના કરે છે.
પ્રવાસીએ પુછયું, મહાશય, તે કવિતામાં જે આઠ ગુણ-અંક દર્શાવ્યા છે, તે કયા આઠ અંગ?
સમ્યગ જ્ઞાને ઉત્સાહથી ઉત્તર આપ–પ્રિય ભાઇ, તેને માટે એક જન કવિનીચે પ્રમાણે કહે છે –
તોરા. "प्रथम निससे जानि, दुतिय अवंति परिनमन; तृतीय अंग अगिलान, निर्मळदृष्टि चतुर्थ गुन. पंच अकथ परदोष, थिरी करन उठम सहज ; सत्तम वच्छलपोष, अष्टम अंग प्रनावन." ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com