________________
( ૧૬ ) - આ કવિતા સાંભળી પ્રવાસીએ વિચાર કર્યો કે, આ કવિતાનું પ્રતિબિબ મારા હૃદય દર્પણમાં પડી ગયું છે. જે આ નૃત્ય કરતુ દેખાય છે, તે ચેતન્ય છે. મારા આત્મિક ઉદ્ધારને માટે એ ચૈતન્યનું મને દર્શન થયેલું છે. આ કવિતાને સુંદર ભાવાર્થ મારે જાણવામાં
આવી ગયો છે. “પૂર્વકાળે ઉત્કૃષ્ટ સ્થિતિથી જે બંધ કરતે, તે ન કરતાં અનુત્કૃષ્ટ સ્થિતિથી કરતાં તે પૂર્વબંધ ના છે. તેથી આ . તન્યરૂપ નર મુક્ત થઈને નૃત્ય કરે છે. તેમાં પૂર્વ બંધના નાશ કર વારૂપ સંગીતકળાને આલાપ થઈ રહ્યા છે. નવા બંધને રૂંધવા૨૫ તાલ ઉછળી રહ્યો છે. તે પોતે નિ:શક્તિ પ્રમુખ સમિતિના આઠ અંગ અને સમતા સમાધિ ધારણ કરી તપસ્વર બાંધીને આલાપ કરે છે. તેની પાસે કર્મની નિર્જરારૂપ મહાનાદ ગાજે છે. અને ધાનરૂપી મૃદંગ વાગી રહ્યું છે. તે મહાનંદમયપણામાં ઝી ગ છે, સમાધિથી રીઝીન આત્મરાત્તારૂપ રંગભૂમિ ઉપર તે શુદ્ધ દષ્ટિરૂપી વેપ પહેરીને નૃત્ય કરે છે.”
આ ચિતન્ય નટનું કેવું અદ્ભુત નૃત્ય છે? આ વખતે આ નૃત્ય જોઈ મને અતિશય આનંદ ઉપજે છે. હવે આ સાતમી ભુમિકાને અંત આવી ગયો છે. મારા તાવિક પ્રવાસની સાર્થકતા ઘણે
થઇ ચુકી છે. હવે મારા જીવનને ઉદ્દેશ એક ભાગ કૃતાર્થ થયું છે. આ ભૂમિકામાં જે મેં જોયું, અનુભવ્યું અને સાંભળ્યું, તે બધું મારા હૃદયમાં સ્થાપિત થઈ ગયું છે, જ્યાં સુધી આ મારે તાવિક પ્રવાસ ચાલુ રહેશે. જ્યાં સુધી મારા જીવનને ભાગ બા, ત્યાં સુધી હું આ દર્શનના અનુભવને ભુલીશ નહીં.
આ પ્રમાણે પ્રવાસી વિચાર કરતો જ હતો, ત્યાં સમય ભૂમિકાના અંત આવી ગયા અને અષ્ટમ ભૂમિકાનું પ્રથમવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com